રાજકોટમાં ખાનગી બસના સોફામાંથી લોહીની ધાર વહેતી જોઈ ડ્રાઈવરે સોફાની બારી ખોલી મળ્યું એવું કે મુસાફર અને ક્લીનર માથે હાથ દઈને ધરબાઈ ગયા.જાણી ને ચોંકી જશો

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર સોમવારે સવારે ગ્રીનલેન્ડ ચોક નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષની મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી. એ દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેસેલા મુસાફરે નીચે ઉતરતી વખતે નિહાળી બસના ડ્રાઈવર અને ક્લીનરને જાણ કરી હતી. મુસાફર મૃત હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

દિન પ્રતિ દિન એકબીજા ઉપર રોષ ઠાલવવાના બનાવો વધી રહ્યા છે. ગઈકાલે રાજકોટ શહેરમાં ઘણી બધી હત્યાના મામલાઓ સામે આવ્યા છે. જેમાંથી અમુક હત્યાના મામલા એવા બન્યા છે કે, જે સાંભળતાની સાથે જ એકા એક રુવાટા બેઠા થઈ જાય. રાજકોટ શહેરના કુવાવડા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડી આવેલી છે…

ત્યાં ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની એક ખાનગી બસમાંથી એવી ચીજ વસ્તુઓ મળી આવી છે કે, જેને જોતાની સાથે જ બધા મુસાફરો મોઢે હાથ દઈ બેઠા હતા, તો ડ્રાઇવર અને ક્લીનર સહિતના લોકો હોશ ગુમાવી બેઠા હતા. હકીકતમાં એક મુસાફરે નીચે ઉતરતી વખતે બસની સીટમાંથી લોહી નીકળતા જોયું હતું..

ત્યારે તેણે બસના ડ્રાઇવર તેમજ ક્લીનરને આ ઘટનાની જાણ કરી હતી. ડ્રાઇવર અને ક્લીનરે બસના સોફા પાસે જઈને બારી ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો તો અંદરથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ જોતાની સાથે જ બસમાં એકાએ ફાફડાટ મચી ગયો હતો. અન્ય મુસાફરો પણ હેબતાઈ ગયા હતા..

આ ઘટનાની જાણ એસીપી અને ડીસીપી અધિકારીઓને થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ તલાસી લેતા જણાવ્યું કે, તેના ગળાના ભાગે ખૂબ ઊંડા નીશાન સામે દેખાયા છે. એટલા માટે પોલીસે ડોક્ટરની ટીમ અને એફએસએલની મદદ લઈને આગળની તપાસ શરૂ કરી છે..

મૃત હાલતમાં મળેલી આ લાશ કોની છે. તેમજ તેને કોણે મારી નાખ્યો છે. આ તમામ ઘટનાની જાણ મેળવાઈ રહી છે. આ બસ સુરત થી રાજકોટ તરફ મુસાફરી કરતી હતી. વધુ તપાસ કરતાં જણાવ્યું છે કે, આ લાશ જામનગરના ભોજાપડી ગામના યુવક પ્રવીણ વાઘેલાની છે. જેની ઉંમર ૩૪ વર્ષની છે..

પોલીસે બસમાં રહેલા સીસીટીવી કેમેરા તેમજ બસ જે જે જગ્યા ઉપર ઊભી રહી હતી. એ તમામ જગ્યા પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ ડ્રાઇવર ક્લિનર અને બસમાં સવાર મુસાફરોના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યક્તિને બસની અંદર કોણે હત્યા કરી નાખી હશે. તેની જાણ પણ મેળવાય રહી છે.

હાલ પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. સુરતથી બેઠેલા જામનગરના ભોજાબેડીના યુવકની હત્યા થયાનો પોલીસે ગુનો નોંધ્યો હતો. પરંતુ અંગેના કોઇ પુરાવા મળ્યા નહોતા, તેમજ પ્રેમમાં નિષ્ફળતા મળતાં નાસીપાસ થઇ યુવકે આપઘાત કર્યાની શંકા સેવાઇ રહી છે અને પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી હતી.

રાજકોટના ગ્રીન લેન્ડ ચોકડી પાસે ખાનગી બસમાંથી મળેલી યુવકની લાશને લઈને પોલીસે તપાસ તેજ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવક જામનગરના ભોજાબેડી ગામનો વતની અને વર્ષોથી સુરત સ્થાયી થયેલો પ્રવીણ હોવાનું સામે આવ્યું હતું. રવિવારે રાત્રે સુરતથી ન્યુ ક્રિષ્ના ટ્રાવેલ્સમાં બેઠો અને સવારે બસ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ત્યારે સ્લિપર કોચની કેબિનમાંથી પ્રવીણની ગળું કપાયેલી લાશ મળી હતી, પ્રવીણની લાશ જે સોફામાં હતી તે સોફા પરથી પોલીસને છરી પણ મળી હતી.

બનાવ અંગે પોલીસે પ્રવીણના ભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બસમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં પ્રવીણની કેબિનમાં અન્ય કોઇ વ્યક્તિ ગઇ હોય તેવો એકપણ પુરાવો મળ્યો નહોતો. પોલીસ તપાસમાં મૃતકે પોતાની જાતે જ ગળા પર છરી ફેરવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

શા માટે કરી હતી ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મિણાએ કહ્યું હતું કે, પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે, પ્રવીણને દશેક વર્ષથી સુરતની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને ત્રણેક દિવસ પૂર્વે જ એ યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. પ્રેમિકાના અન્ય યુવક સાથે લગ્ન થતાં પ્રવીણ નાસીપાસ થઇ ગયો હતો અને સુરતથી બસમાં બેઠા બાદ તેણે તેના એક ભાઇ સાથે ફોન પર આ અંગેની વાતચીત કરી હતી, પોલીસે આ બનાવમાં હત્યાનો તો ગુનો નોંધ્યો હતો.

પરંતુ બનાવ આત્મહત્યાનો હોવાની દઢ શંકા ઉઠતાં પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી અને પ્રવીણ જ્યાં રહેતો હતો ત્યાં અને તેન આસપાસના વિસ્તારો તેમજ યુવતી સાથેના સંબંધ અંગેની તપાસ કરવા પોલીસની એક ટીમ સુરત પહોંચી ગઈ હતી. હાલ પોલીસે મૃતક પ્રવીણની આત્મહત્યાને લઈને પ્રેમ પ્રકરણ જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *