ગુજરાતમાં નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી, ભુક્કા કાઢશે વરસાદ ગુજરાત માં વરસાદના બીજા રાઉન્ટ ની ભારે આગાહી ખેડૂતો ખાસ વાંચે…

ગુજરાતના વિવિધ વિસ્તારો જ્યારે પૂરના ગંભીર ઓથાર હેઠળથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે રાષ્ટ્રિય આપદા રાહત દળ એટલે કે એન.ડી.આર.એફ.ની વડોદરા ખાતેની બટાલિયન ૬ અને સંકટની વ્યાપકતાને જોતા છેક પંજાબના ભટિંડા અને ઓરિસ્સાના ભુવનેશ્વરથી તેડવામાં આવેલી બટાલિયન ૩ અને ૭ના જવાનોએ ધોધમાર વરસાદ અને ભય પમાડતા જળ પ્રવાહ વચ્ચે રાત દિવસ અવિરત કામ કરીને પાણી વચ્ચે ફસાયેલા લોકો અને પશુધનને ઉગારવાની સાહસ અને હિંમત ભરેલી ઉમદા કામગીરી કરી છે.

આ ત્રણ બટાલિયનોની કુલ ૨૪ ટીમોના કુલ ૬૦૦થી વધુ જવાનો હાલમાં રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કાર્યરત છે. ખાસ સંજોગોને અનુલક્ષીને કેટલીક ટીમોને હવાઈ માર્ગે રાજ્યમાં લાવવામાં આવી હતી. રાજ્ય આપદા નિયંત્રણ તંત્ર દ્વારા તમામ સ્તરે સંકલન જાળવીને આ ટીમોનો બચાવ અને રાહત માટે બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટીમોએ વર્તમાન આફત દરમિયાન ચારે તરફ જળ બંબાકાર વચ્ચે જીવનું જોખમ હતું. તેવા ૭૪૦ લોકોને બચાવી લેવાની સાથે જળમાં ગરકાવ થઈ રહેલા વિસ્તારોમાંથી ૫૭૧ લોકોને સલામત ઊંચાઈવાળી જગ્યાઓ ખસેડીને સુરક્ષિત કર્યા હતા. આમ,આ ટીમોની કામગીરી ૧૩૧૧ જેટલાં લોકોને નવું જીવન આપનારી બની હતી. આ ટીમોએ માત્ર માણસો ને નહિ પણ જળ મગ્ન વિસ્તારોમાં થી કિંમતી પશુધનને પણ બચાવ્યું હતું.

તેની સાથે પૂરના પાણીમાં ડૂબી ગયા હોય એવા કેટલાક હતભાગીઓના મૃતદેહો પણ બહાર કાઢ્યા હતા. આ લોકોએ પૂરના પાણીથી ભારે પ્રભાવિત વલસાડ, નવસારી ઉપરાંત, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, કચ્છ, સુરત સહિતના વિવિધ જિલ્લાઓમાં આ જીવન રક્ષક સેવાઓ પૂરી પાડી હતી. વડોદરા સ્થિત બટાલિયન ૬ ની ૧૪ તથા બહારથી આવેલી બટાલિયન ૩ અને ૭, એ પ્રત્યેકની ૫/૫ ટીમો હાલમાં પણ ખડેપગે છે, તેમ વડોદરા એન.ડી.આર.એફ.૬ ના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર અને જે તે જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી સુવિધા પૂરી પાડીને અમારી કામગીરી સરળ બનાવી હતી.બચાવ ઉપરાંત પ્રભાવિત લોકોને રાહત સામગ્રીના વિતરણમાં પણ આ દળે યોગદાન આપ્યું છે.

અનુપમે વધુમાં જણાવ્યું કે અમારી ટીમોના જવાનો આફતોમાં બચાવની ઉચ્ચ કક્ષાની તાલીમ અને બચાવ કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેની સાથે આ ટીમો રબર બોટસ, ઓ.બી.એમ.મોટર્સ, લાઈફ જેકેટ,લાઇફ ગાર્ડસ,જુદા જુદા પ્રકારના દોરડા, કટર્સ, ઇમરજન્સી લાઈટ, પ્રાથમિક સારવારના સાધનો, ફોલ્ડેબલ સીડીઓ, કાટમાળ કાપવાના સાધનો,કાટમાળમાં ફસાયેલી અથવા તેના હેઠળ દબાયેલી વ્યક્તિઓને શોધવાના ઉપકરણો ઇત્યાદિથી સુસજ્જ છે.

આ ઉપરાંત ગુજરાત સરકારે પણ એસ.ડી.આર.એફ.એટલે કે રાજ્ય આપદા રાહત દળ બનાવ્યું છે. જેના જવાનોએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્વતંત્ર રીતે અને એન.ડી.આર.એફ.નો સહયોગ કરીને બચાવની ઉત્તમ કામગીરી કરી છે તો ઘણી જગ્યાઓએ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોએ પણ બચાવ અભિયાનમાં યોગદાન આપ્યું છે.

વલસાડ જિલ્લામાં સતત 15 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સૂરજ દેખાયો છે, ત્યારે જિલ્લાના ખેતરોમાં ભારે નુકસાન થયું છે. આ સાથે ઔરંગાના પાણી ઓસર્યા બાદ કિનારાની દુર્દશા સામે આવી છે. આ તરફ ધસમસતા પ્રવાહથી પુલ પરની લોખંડની રેલિંગ તણાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો સંઘપ્રદેશ દમણના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે. જેને લઈ દરિયામાં ડીપ ડિપ્રેશનના કારણે ભયાનક મોજા ઉછળ્યા હતા. વલસાડમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. આ તરફ હવે ખેડૂતોએ સરકાર પાસે સહાય માગી છે.

વલસાડની ઔરંગા નદીના પાણી ઓસર્યાવલસાડમાં ઔરંગા નદીના પાણી ઓસર્યા બાદ કિનારાની દુર્દશા સામે આવી છે. ભારે વરસાદને કારણે નદી પરના પુલની બંને સાઈડની રેલિંગ ગાયબ થઈ છે. ધસમસતા પ્રવાહથી પુલ પરની લોખંડની રેલિંગ તણાઈ ગઈ છે. આ સાથે લીલાપોર નજીકના 40 ગામને જોડતા પુલ બિસમાર બન્યો છે. પુરના કારણે લીલાપોર નજીક ઔરંગા નદી પરના પુલને ભારે નુકશાન પહોંચ્યું છે.

સંઘપ્રદેશ દમણના દરિયામાં પણ ભારે કરંટઆ તરફ વલસાડમાં વરસાદે થોડો વિરામ લીધા બાદ સંઘપ્રદેશ દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેને લઈદરિયામાં ડીપ ડિપ્રેશનના કારણે ભયાનક મોજા ઉછળ્યા હતા. જોકે પ્રવાસીઓથી ધમધમતો દમણનો દરિયો હાલ ખાલી છે. આજે દેવકા કિનારા પર મોસમના સૌથી ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં ભારે કરંટને કારણે દમણ બીચ પર પ્રવાસન અટક્યુ છે.

મધુબન ડેમમાં પાણીની આવક યથાવતવલસાડમાં સાર્વત્રિક વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક યથાવત છે. ભારે વરસાદને કારણે ડેમમાં 51 હજાર 260 ક્યુસેક પાણી આવ્યું છે. આ સાથે ડેમમાંથી 63 હજાર 85 ક્યુસેક પાણી છોડાયું છે. આ તરફ ઔરંગા નદીના જળસ્તરમાં ઘટાડો થયો તો મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા છે.

પાકને નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે માગી મદદવલસાડ જિલ્લામાં સતત 15 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સૂરત દેખાયો છે, ત્યારે જિલ્લાના ખેતરોમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હચા. જેથી ડાંગર, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાય માગી છે.

બીલીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ આ તરફ વરસાદને કારણે બીલીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. RFની ટીમ, ફાયર ટીમ, સ્થાનિકો સંસ્થાઓની સંયુક્ત કામગીરી કરી ગ્રામ્ય વિસ્તારોમાંથી 200 વધુ લોકોનુ રેસ્ક્યુ કરાયુ. પૂરમાં ફસાયેલા લોકોને ફાયર સ્ટેશનમાં આશ્રય અપાયો છે. આ દરમ્યાન નગરપાલિકા, ભાજપના આગેવાનો અને સેવા સંસ્થાના અગ્રણીઓ હાજર રહે હતા.

નવસારીમાં ભારે વરસાદે વિરામ લીધોનવસારીમાં પડી રહેલા ભારે વરસાદે હવે વિરામ લીધો છે. પૂર્ણા, કાવેરી, અંબિકા નદીના પાણી ઓસરી રહ્યા છે. જેને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પણ હવે પાણી ઓસર્યા બાદ ચારેય તરફ તારાજીના દ્રશ્ય સામે આવી રહ્યા છે. નદીના પ્રવાહમાં જે આવ્યું તે બધું જ નષ્ટ થયું અને હવે ચારેય તરફ નુકસાન જ નુકસાન નજરે પડી રહ્યું છે. આ આકાશી દ્રશ્ય નવસારી શહેરના છે. અને વચ્ચેથી પસાર થતી આ છે પૂર્ણા નદી. જેને નવસારી શહેરને બાનમાં લીધું હતું. પણ હવે નદીના પાણી ઓસરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *