શું વાવાઝોડા સાથે આવશે તોફાની વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને અંબાલાલ પટેલ ની ભુક્કા બોલાવતી આગાહી જાણો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લા ના 201 તાલુકાઓમાં વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. અરવલ્લીના ધનસુરા તાલુકામાં 3.5 ઈંચ, ગાંધીનગરના દહેગામ તાલુકા મા ૩ ઈંચ, અરવલ્લીના બાયડ અને ભિલોડા તાલુકા મા ૩-૩ ઈંચ, આણંદના પેટલાદ તાલુકામાં ૩ ઈંચ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં ૩ ઈંચ, રાજ્યના અન્ય 8 તાલુકાઓમાં 2 થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 તાલુકાઓમા 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે, આ વરસાદ ખેડૂતો માટે કાચું સોનું હોવાથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 67.84 ટકા થયો છે.

અંબાલાલ પટેલ ની આગાહી કરી હતી કે આગામી 30 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ત્યારે આ તારીખો દરમિયાન ભારે પવન ફૂંકાશે અને સાથે વરસાદ ધીમે ધીમે ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે અને ઓગસ્ટ ની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.તેમને કહ્યું કે 22 જુલાઈથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં 22 થી 30 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફુંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે થોડાક દિવસ પહેલા વધુમાં એ પણ જણાવ્યું હતું કે 21મી જુલાઈથી સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરે તે પહેલા પુનવર્સું નક્ષત્ર છે ત્યારે ખેડૂતોને વખ અને પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નક્ષત્ર નો પ્રારંભ પણ થઈ ગયો છે ત્યારે તેમાં વરસાદી પાણી ઉભા પાક માટે સારું નથી અને 21 મી જુલાઈ બાદ પડતો વરસાદનું પાણી ખૂબ જ સારું છે અને 2 ઓગસ્ટ બાદ પડતાં વરસાદનું પાણી પાક માટે સારું નથી.

આ વર્ષે નક્ષત્રમાં સાવિત્રીક વરસાદ થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે. પુનવસુ નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને પુનવસુ ના ક્ષેત્રના વરસાદની આગાહીને જોતા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે ના દિવસોમાં વરસાદનું જોર ઘટશે.

ભારે વરસાદ બાદ મેઘરાજાએ પાંચેક દિવસથી વિરામ લીધો છે અને વરસાદ સુરત શહેર અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ડબલ ડિજિટમાં નોંધાયો નથી જેના પગલે શહેરીજનોને ખેડૂતોએ હાશકારોનો શ્વાસ અનુભવ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે તેમાં બોડેલી, કવાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છોટાઉદેપુર જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 11.75 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 5.78 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સાગબારા, સંખેડા, ડેડીયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસડા, નડિયાદ, ગોધરા, સોજીત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં સિઝનનો કુલ 12 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હાલમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અને આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ઘણા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં રવિવારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

11મીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે; ઉત્તર ગુજરાતમાં કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *