સોમવારે આ મંદિર માં કુવારા ની ઇચ્છા પૂરી કરે છે “ભગવાન ભોલેનાથ”, આપે છે સારા જીવનસાથી મળવા નું વરદાન ખાસ વાંચો
ભગવાન શિવને અઘડાની કહેવામાં આવે છે અને સોમવારને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. સોમવારે શિવની સાધારણ પૂજા કરવાથી પણ વ્યક્તિ પ્રસન્ન થાય છે. જો કોઈના જીવનમાં પરેશાનીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી તો શાંત ચિત્તે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરો અને આ વસ્તુનો અભિષેક કરો, કૃપાથી બધી સમસ્યાઓ દૂર થવા લાગશે. શિવ ના.
આજે અમે લઇ ને આવ્યા છીએ ખાસ કુવારા છોકરાઓ માટે નો આ લેખ, તમને જણાવીએ કે, ઘણીવાર લોકો તેમની પોતાની રીતે ભગવાન શિવની ઉપાસના કરે છે અને ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરે છે, આપણા દેશમાં ઘણા એવા શિવ મંદિરો છે, જ્યાં લોકો ભોલેનાથના દર્શન કરવા જાય છે. અને તેમની મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરે છે,
એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ ભારતના આ મંદિરોની મુલાકાત લેતા લોકો ની બધી સમસ્યાઓ દૂર કરે છે., તેમ છતાં, આજે આપડે એક એવા મંદિરો વિષે જાણવા જઈ રહ્યા છીએ કે, આ મંદિરો વિષે કહેવા માં આવે છે કે, તે આ શિવલિંગ પર કુવારા છોકરાઓ જળ ચડાવવા થી, તેની દરેક ઈચ્છા પૂરી થાય છે, કે તે આહિયા કુવારા છોકરાઓ ના ભાગ્ય ખુલી જાય છે, અને તેને પોતાના મનપસંદ જીવન સાથી ની ઈચ્છા પૂરી થાય છે.
ભગવાન શિવના આ મંદિર વિશે કહેવામાં આવ્યું છે કે આ મંદિરની મુલાકાત લેતી વખતે ભક્તના તમામ દુ:ખ દુર થાય છે, ભગવાન શિવનું આ મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીના મગલગંજમાં ગોમતી કિનારે છે. તમને જણાવીએ કે, આ માડિયા ઘાટ પર સ્થિત આ મંદિરને બાબા પારસનાથ ના નામથી પણ ઓળખવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે જો કોઈ કુવારો છોકરો હોઈ તો ભગવાન શિવના આ દરબારમાં શિવલિંગ સ્થાપિત થયેલ છે. અને તે આ શિવલિંગ પર તે જળ ચડાવે છે, તો તે ની દરેક ઈચ્છા પૂરી થાય છે, અને તેને સારો જીવન સાથી ની પ્રાપ્તિ પણ થાય છે.વધુ માં તમને જણાવીએ કે આ માન્યતા અનુસાર, એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં મહર્ષિ વ્યાસના પિતા પારસનાથે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું,
ગઠીયા ઘાટ મંદિરની બીજી ખાસ વાત એ છે કે, ગોમતી નદી જે ઉત્તરાયણીને વહે છે, ચામડી ના રોગો વાળા લોકો નદીમાં ડૂબકી લગાવે છે અને ભગવાન શિવને જળ ચડાવે છે અને વ્રત માંગે છે, પછી તેમની ત્વચાને લગતા રોગો દુર થઈ જાય છે. શિવલિંગ મંદિર ની વચ્ચે એક સુંદર જગ્યાએ આવેલું છે, જેની સુંદરતા જોવા જેવી છે, એવું કહેવાય છે કે શિવલિંગની પૂજા દરરોજ સવારે જ કરવામાં આવે છે, જે ખુબ ભક્તો અહીં જોવા આવે છે.
જે લોકો તેમના લગ્નજીવનથી ચિંતિત હોય છે, જે લોકો તેમના લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓ અહીં શિવજી ના દર્શન કરવા આવે છે અને અહીં શિવલિંગનો અભિષેક કરે છે, અહીં બાબા પારસનાથના અભિષેકની સાથે જલ્દીથી તેમની ઇચ્છાઓ પૂર્ણ થાય છે,
ભક્તો દૂર-દૂરથી આ મંદિરમાં દર્શન કરવા આવે છે, ખાસ કરીને કુવારા લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. તેમ છતાં, ભક્તો દરરોજ આ મંદિરની મુલાકાત લેતા રહે છે, પરંતુ મહાશિવરાત્રી પર કુંવારીઓ અહીંથી દૂર-દૂરથી આવે છે અને શિવલિંગનો અભિષેક કરે છે અને તેમના પ્રિય જીવનસાથી માટે અને ભોલે બાબાની કૃપા માટે પ્રાર્થના કરે છે તેમની ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે.
બધા દેવતાઓમાં, શિવ એકમાત્ર એવા છે જે તેમના ભક્તોની ભક્તિ અને ઉપાસનાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. બાબા ભોલેનાથને બ્રહ્માંડની શરૂઆત અને અનંત માનવામાં આવે છે, જે પૃથ્વીથી આકાશ અને પાણીથી અગ્નિ સુધીના દરેક તત્વમાં હાજર છે. ભગવાન ભોલેનાથ જ એક એવા દેવ છે જે જળ ચઢાવવાથી પણ પ્રસન્ન થાય છે. જો તમે કોઈપણ સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો કોઈપણ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર ગાયના દૂધ અથવા શેરડીના રસનો અભિષેક કરવાથી તેના ચમત્કાર દેખાવા લાગે છે. અભિષેક કરતી વખતે 108 વાર “ઓમ નમઃ શિવાય” પંચાકાર મંત્રનો જાપ કરતા રહો.
શિવલિંગ પર અભિષેક કર્યા પછી આ પદાર્થો શિવલિંગ પર ચઢાવો, તાજા બેલના પાન, ધતુરાના તાજા ફળ, નારિયેળ, મધ, ઘી, ખાંડ, અત્તર, ચંદન, કેસર, ભાંગ આ બધી વસ્તુઓ એક પછી એક કરો. શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત વસ્તુઓ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે, જેના કારણે તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને સમસ્યાઓથી મુક્તિ મળવા લાગે છે.
શિવલિંગ પર શિવ મંત્રનો જાપ, જળ અને બેલપત્ર, ધતુરા અર્પણ કરવાથી વ્યક્તિનો સ્વભાવ શાંત અને આચરણ પ્રેમાળ બને છે. શિવને મધ અર્પણ કરવાથી વાણીમાં મધુરતા, દૂધ અર્પણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, દહીં ચઢાવવાથી સ્વભાવમાં ગંભીરતા આવે છે, ગાયનું ઘી અર્પણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે, ચંદન અર્પણ કરવાથી આકર્ષક વ્યક્તિત્વ, સમાજમાં માન-સન્માન મળે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.