સોમવારે મંગળવારે અને બુધવારે ગુજરાત માટે અતિભારે આગાહી સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને આગાહી જુઓ બીજે ક્યાં ખાબક્યો

હવામાન વિભાગે આજે ફરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં અમદાવાદમાં ગઇકાલ રાતથી જ આજ સવાર સુધી તડામાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પૂર્વથી લઇને પશ્ચિમ સુધીના અનેક વિસ્તારો વરસાદે રમઝટ બોલાવતા પાણી-પાણી થઇ ગયા છે.

રાતભરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યના ત્રણ દિવસ ક્યાંક ભારે તો અતી ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં સાયકોલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ કચ્છમાં વરસાદનું એલર્ટ અપાયું છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં સારો વરસાદ થવાની લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સીઝનનું 60 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, છોટે ઉદયપુર, સુરત, દેવભૂમિ દ્વારકા વગેરેમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 21 ઇંચ સાથે મોસમનું 61% વરસાદ થઈ ચૂક્યો છે. રાજ્યના 27 તાલુકામાં વરસાદનું પ્રમાણ 40 ઇંચ થી વધુ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નર્મદા માં 43 ઇંચ સાથે મોસમનો 102% વરસાદ થયો છે. વલસાડમાં સૌથી વધુ 77 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને મહત્વનો વ્યક્ત કરવામાં આવ્યા છે. 21 ઇંચ સાથે મોસમનું 61% વરસાદ થઈ ચૂક્યો છે.

શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો અમદાવાદમાં નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં આખી રાતથી વરસાદ વરસતા ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. તો બીજી બાજુ પશ્ચિમ વિસ્તારમાં પણ આંબાવાડી, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, સોલા, થલતેજ, પકવાન અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેના કારણે લોકોને સવાર-સવારમાં ઓફિસે જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

ફરીવાર વરસાદે અમદાવાદને ઘમરોળતા શહેરનો પૂર્વ વિસ્તાર ભારે વરસાદથી જળબંબાકાર થઇ ગયો. શહેરના મણિનગર, હાટકેશ્વર, અજીતમિલ અને રખિયાલમાં પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

24 કલાક માટે અતિભારે વરસાદની આગાહીતમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદનીઆગાહી કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત માટે 24 કલાક અતિભારે છે.

ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણ સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

જુઓ આજે રાજ્યમાં કઇ-કઇ જગ્યાએ વરસાદે રમઝટ બોલાવીમહેસાણામાં પણ વરસાદ સારો એવો વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. શહેરના નાગલપુર અને મોઢેરા ચોકડી બસ પોર્ટમાં પાણી ભરાઇ જતા મહેસાણા-અમદાવાદ હાઈ-વે ઉપર પાણી ભરાઇ ગયા. જેના લીધે વાહનવ્યવહારને પણ અસર થઇ છે.

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલવલસાડ જિલ્લામાં પણ ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ફરીવાર ધોધમાર વરસાદની શરૂઆત થઇ જતા વલસાડ જિલ્લામાં સૌથી વધારે 7.3 ઈંચ વરસાદ વાપીમાં ખાબક્યો છે. એ સિવાય ઉમરગામમાં 2.68 ઈંચ, કપરાડામાં 6.64 ઈંચ, ધરમપુરમાં 5.24 ઈંચ, પારડીમાં 3.6 ઈંચ અને વલસાડમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં ભારે વરસાદથી મોગરાવડી ગરનાળામાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા એક કાર ચાલક ગરનાળામાં ફસાઇ ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યોબનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ભાભર અને સુઇ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ડીસામાં પણ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. મોડી રાતથી જ અહીંયા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અહીં પાણી ભરાઇ ગયા છે. જાહેર રોડ-રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *