સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પરણીતાનું થયું મૃત્યુ આ પ્રકારના ડોક્ટર પાસે જતા પહેલા ચેતી જોજો મોતનું કારણ જાણીને તમે પણ ચોકી જશો.
રાજ્યમાં એવા ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેમાં બેદરકારીના કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે સુરત શહેરના કાપોદ્રાની મહિલાનું સરથાણાની ખાનગી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ તબિયત વધુ લથડતા મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં આ ઘટના બાદ વિવાદ વકર્યો હતો. વિવાદને પગલે પતિ સહિત પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો બિચકાતા પરિવારે પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું જણાવ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ઘેટી ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફ્સિ ચલાવે છે. તેમની પત્ની ૨૫ વર્ષીય પ્રિયંકાને એપેન્ડિક્સની તકલીફ હતી. જેથી તેણીનું સરથાણા જકાતનાકાની આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સોમવારે સવારના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ઓપરેશન બાદ પ્રિયંકાની તબિયત લથડવા લાગતા તેનું મોત થયું હતું.
જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું હોવાનો આરોપ પરિવારે કર્યો હતો.પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે તથા સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે.
અનેક લોકો ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માને છે, આ વાત સાર્થક પણ છે. કારણ કે આસપાસ અત્યારના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ રહ્યા છે કે જેમાં, ડોક્ટર ની સમજદારી અને ડોક્ટરને કારણે ખૂબ જ મોટામાં મોટી મુશ્કેલી પણ ડોક્ટર ખૂબ જ આસાનીથી ઉકેલી નાખતા હોય એવા કિસ્સાઓ અવાર નવાર આપણી સામે આવતા હોય છે. તો ઘણી વખત અમુક પ્રકારના તત્વોને કારણે ઘણા લોકોનું નામ બદનામ થતું હોય છે
થોડા દિવસો પહેલા એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં વ્યક્તિ કોઈ હોસ્પિટલ ની અંદર જીવ ગુમાવતો હોય છે. એના મૃત્યુ ની પાછળ કોઈ અન્ય વ્યક્તિની બેદરકારી પણ સામે આવી શકે છે. બીમાર વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ઘણી વખત તેની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી તેને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. આ પ્રકારનો જ એક કિસ્સો ગત દિવસોમાં સુરતમાંથી સામે આવ્યો છે
સુરતની અંદર બનેલા આ કિસ્સાની જાણકારી મળતાં સાથે જ આસપાસના વિસ્તારની અંદર ભાડે ખળભરાટ મચી ગયો છે. ખરેખર ભાવનગર પાલીતાણા તાલુકાના વતની અને નીંદર આવેલા કાપોદ્રા વિસ્તારની મંગલદીપ એપાર્ટમેન્ટ ની અંદર રહેતા વિવેકભાઈ અણગણ ઓનલાઈન માર્કેટિંગ ની ઓફિસ ચલાવી રહ્યા છે અને તેમના પત્ની પ્રિયંકાબેનની ઉંમર માત્ર 25 વર્ષ છે
તેઓ એપેન્ડિક્સ ની તકલીફથી ખૂબ જ વધારે પીડાતા હોવાને કારણે સરથાણા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રિયંકાબેન ની તબિયત ખૂબ જ વધારે લથડતા તેનું આકસ્મિત રીતે મૃત્યુ થયું છે, તેવું હોસ્પિટલના કર્મચારી અને ડોક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો પ્રિયંકાબેન ના પરિવારના લોકો અને પતિનું કહેવું છે કે,
પ્રિયંકા નું મૃત્યુ ખૂબ જ વધારે પ્રમાણમાં ક્લોરોફોર્મ સુંઘાડવા ને કારણે થયું હતું. આ પરણીતાનો ઓપરેશન બાદ મૃત્યુ નીપજતા પરિવારના લોકોએ ડોક્ટરની સામે તેમજ સ્ટાફની બેદરકારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. ઘટના વિશે વધુ માહિતી મળી રહી છે કે પરિવારના લોકોએ, પેનલ પોસ્ટમોર્ટમ માટેની માંગણી કરતા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું
અને મૃતક ના પરિવારના લોકોએ 30 કલાક બાદ પણ મૃતદેહ ને સ્વીકાર્યો હતો નહીં. પોલીસ દ્વારા બેનના પરિવારના લોકોને મુલાકાત લેવા માટે આવ્યા ત્યારે પરિવારના લોકોએ આક્ષેપક કરતા જણાવ્યું હતું કે, ઓપરેશન કર્યા પછીના ડોક્ટરે કહ્યું હતું કે 30 મિનિટમાં, પ્રિયંકા ને ભાન આવી જશે. પરંતુ પ્રિયંકા બેભાન હાલતમાં રહી અને ૩૦ મિનિટ બાદ પણ ભાનમાં આવી ન હતી
અને એક કલાક પછી પણ ભાનમાં આવી ન હતી. ત્રણ ત્રણ કલાક સમયગાળો વીતી ગયા છતાં પ્રિયંકા ભાન માં આવી નહોતી. અને ડોક્ટર બે વખત પાસ પણ કરી ચૂક્યા હતા અને વિવેક અને તેમના કાકા એ પ્રિયંકા નો હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હોવાની જાણકારી આપી દેવામાં આવી હતી. પ્રિયંકા નામની આ મહિલાનું મૃત્યુ,
વધારે પડતું ક્લોરોફોર્મ શંકાવાથી થયું હોવાનું પરિવહનના લોકોએ આક્ષેપ કર્યા હતા અને સાથે પરિવારના લોકો એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી તે દરેક લોકોને ન્યાય મળશે નહીં ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં. પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને એફએસએલ સેમ્પલ લઈને આખી સમગ્ર ઘટના બાબતે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…