સુરતમાં તમારું બાળક તો આ સ્કૂલમાં નથી ભણતું ને! પ્રિન્સિપાલે દુષ્કૃત્યોના વીડિયો દેખાડી બાળકોનું કર્યું શારીરિક શોષણ વીડિયો ઉતારી ને કરું એવુકે જાણીને તમારું લોહી ઉકલી જાશે

સુરતમાં મનપા સંચાલિત સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 300ના વીડિયો દ્વારા બાળકોનું શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે આટલા ગંભીર મામલામાં પણ મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી તપાસ કમિટીના નામે જવાબદાર આચાર્યને બચાવવાનો પ્રયાસ કરાતો હોવાનું સામે આવ્યું છે.

મહાનગરપાલિકાના કમિશનર બંછા નિધિ પાનીએ સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું છે મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આની સામે તાત્કાલિક પગલા લેવામાં આવે અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા લગભગ ત્રણ મહિના અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવાની વાત પણ કરવામાં આવી હતી.

જોકે મીડિયામાં સમગ્ર મામલો આવતા જવાબદાર આચાર્ય નિશાંત વ્યાસની પહેલા બદલી કરવામાં આવી હતી. બાદમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી પોલીસ ફરિયાદ કરવા બાબતે કોઈપણ નિર્ણય લેવાયો નથી કમિશનરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ ફરિયાદ કરવા અંગે કોઈપણ નિર્ણય લેવાશે.

મહત્વનું છે કે સમગ્ર ઘટનાનો જે વિડિયો સામે આવ્યો હતો, તેમાં બાળકો સાથે વિકૃત ઘટના બની છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે શા માટે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સુરતના સરથાણા ખાતે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર મિત્રતા કેળવી સગીરા સાથેના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં કપલ બોક્સમાં લઈ જવાના નામે અલગ અલગ જગ્યાએ બાઈક પર લઈ જઈને ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વક આચરતા કાપોદ્રાના યુવક સામે પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકે પોતાની સાથે સગીરાના ફોટા પડાવેલાસરથાણા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કાપોદ્રા મરઘા કેન્દ્ર વડવાળા સોસાયટીની બાજુમાં શ્રીજી નગર સોસાયટીમાંરહેતા ક્રિષ્નારતન ઉત્તમ રાવ ગુજ્જર સામે સહિતની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ફરિયાદીની આપતા જણાવ્યું હતું કે ફરિયાદીની 16 વર્ષીય દીકરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. ત્યારબાદ કિશોરીને અવારનવાર પોતાની સાથે ફોટાઓ પણ પાડ્યાં હતાં.

શારીરિક સંબંધ બાંધ્યા હતાઆરોપીએ ફરી સગીરાને પોતાની સાથે કપલ બોક્સમાં આવવાની વાત કરી હતી. જેથી સગીરાએ ના પાડી હતી. જેથી સગીરાની સાથેના અગાઉ પાડેલા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં તેણીને બાઈક પર લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ અંગે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મુદ્દે સરથાણા પીઆઈ ગુર્જર તપાસ કરી રહ્યાં છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *