સુરતમાં તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે પરંતુ એક વિધી કરવી પડશે કહી કિન્નરોએ કર્યો કમાલ’ પછી થયું એવુકે બે શખ્સો મહિલાને ભોળવી ‘કળા’ કરી ગયા, જોવો વિડિયો ચોંકાવનારો કિસ્સો

કિન્નરોની વાતોમાં આવીને ભાવનાબેને તેમને રૂ.96,750ની કીમતના સોનાના દાગીના આપી દીધા હતા. દાગીના લઈ કિન્નરો વિધી કરીને અડધો કલાકમાં પરત આપી જશું તેવું કહી પલાયન થઈ ગયા હતા. ત્રણ કલાક બાદ પણ તેઓ પરત નહી આવતા ભાવનાબેને તેમની શોધખોળ હાથ ધરી હતી.

તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે પરંતુ એક વિધી કરવી પડશે કહી કિન્નરોએ કર્યો કમાલઅમરોલીમાં સોસાયટીમાં કિન્નરનો સ્વાંગ ધરીને પહોંચેલા ગઠીયાઓએ મહિલા પાસેથી વિધી કરવાના બહાને રૂ.96 હજારના દાગીના તફડાવી લીધા હતા. મંગળવારે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી

ગણતરીના કલાકોમાં કિન્નરના સ્વાંગમાં ઠગાઈ કરતા ગઠીયાઓને ઝડપી પાડ્યા હતા. અમરોલી સાયણ રોડ સાંઈ રો હાઉસમાં રહેતા અશ્વિનભાઈ શેલીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમના પત્ની ભાવનાબેન મંગળવારે સવારે ઘરે હતા. ત્યારે 2 કિન્નર તેમના ઘરે આવ્યા હતા.

જેથી ભાવનાબેને પાડોશી પાસેથી લાવી તેમને રૂ.100 દાપુ આપ્યું હતું. જોકે બન્ને કિન્નરોએ ભાવનાબેનને તારા મનમાં ધારેલા બે કામ થઈ જશે પરંતુ તેના માટે અમારે એક વિધી કરવી પડશે તે વિધી કરવા માટે તમારા પાંચ સોનાના દાગીના લઈ આવો અને અમે ચાર રસ્તે જઈ વિધી કરી આપીશુ` તેવી વાતો કરી તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા.

કિન્નરોની વાતોમાં આવીને ભાવનાબેને તેમને રૂ.96,750ની કીમતના સોનાના દાગીના આપી દીધા હતા. દાગીના લઈ કિન્નરો વિધી કરીને અડધો કલાકમાં પરત આપી જશું તેવું કહી પલાયન થઈ ગયા હતા. ત્રણ કલાક બાદ પણ તેઓ પરત નહી આવતા ભાવનાબેને તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. આખરે બુધવારે તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

ભાવનાબેનની ફરીયાદ બાદ અમરોલીના પીએસઆઈ જે.કે. બારીયા અને તેમની ટીમે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં કિન્નરો જે રિક્ષામાં આવ્યા હતા તેના નંબરના આધારે રિક્ષા ચાલકને ઝડપી પુછપરછ કરતા કિન્નરો સ્ટેશન નજીકની હોટેલમાં રોકાયા હોવાનું સામે આવતા પોલીસે હોટેલોમાં શોધખોળ કરી કિન્નરોનો સ્વાંગ ધરી ઠગાઈ કરતા રાજકોટના તરઘડીના બાબુ પરમાર(42) અને મહેશનાથ પરમાર(37)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાગીના કબ્જે કર્યા હતા. બાબુ સામે 9 અને મહેશનાથ સામે અલગ અલગ 15 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

સુરતના અમરોલી વિસ્તાર માં કિન્નરનો વેશ ધારણ કરીને બે ઈસમોએ એક મહિલા પાસેથી દાગીના પડાવી (Surat cheating) લીધા હતા. બંનેએ મહિલાને વિશ્વાસમાં લઈને ધારેલા કામ થઈ જશે તેવું કહી વિધિ કરવાના બહાને 96 હજાર રૂપિયાના દાગીના પડાવી લીધા હતા. મહિલાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઈસમોના નામ બાબુ પરમાર અને મહેશનાથ પરમાછે. બંને રાજકોટના તરઘડીના રહેવાસી છે. મહત્વની વાત છે કે બાબુ સામે નવ અને મહેશ નામના ઈસમ સામે અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધાયા છે.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સાંઈ રો હાઉસમાં નકલી કિન્નર બનીને અશ્વિન સેલ્યા નામના વ્યક્તિના ઘરે ગયા હતા. તે સમયે અશ્વિન સેલ્યાના પત્ની ભાવના સેલ્યા ઘરે હતા. નકલી કિન્નરો ઘરે આવ્યા હોવાના કારણે ભાવનાબેને કિન્નરોને સો રૂપિયાનું દાપુ આપ્યું હતું. ત્યારબાદ કિન્નરોએ ભાવનાબેનને કહ્યું હતું કે, તમારા મનમાં જે ધારેલા બે કામ છે તે પૂરા થઈ જશે. પરંતુ અમારે એક વિધિ કરવી પડશે.”

શંકા પડતા ફરિયાદ દાખલ કરીઆવી વાતથી ઘર માલિક ભાવનાબેન નકલી કિન્નરોની વાતમાં આવી ગયા હતા અને બંને ઈસમોના કહ્યા અનુસાર ભાવનાબેન તેમના ઘરમાંથી પાંચ જેટલા સોનાના દાગીના લઈને આવ્યા હતા. આ સોનાના દાગીનાની કિંમત 96,750 હતી અને સોનાના દાગીના ભાવનાબેને બંને નકલી કિન્નરોને આપ્યા હતા. ત્યારબાદ કિન્નરોએ ભાવનાબેનને કહ્યું હતું કે અમે અડધો કલાકમાં પરત આવીશું. જોકે, ઘરેણાં લઈ ગયા બાદ નકલી કિન્નરો ત્રણ કલાક સુધી પરત ન આવતા ભાવનાબેનને શંકા પડી હતી. આ મામલે તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસભાવનાબેનની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરતાં ગણતરીના કલાકોમાં બંને નકલી કિન્નર બનેલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઈસમોના નામ બાબુ પરમાર અને મહેશનાથ પરમા છે. બંને રાજકોટના તરઘડીના રહેવાસી છે. મહત્વની વાત છે કે બાબુ સામે નવ અને મહેશ નામના ઈસમ સામે અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *