આજે શ્રાવણ મહિનો સોના-ચાંદી ના ભાવમાં થયો આટલો ધટાડો ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા સસ્તું સોનું, ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો ભાવ

વૈશ્વિક બજારમાંથી મળેલા મિક્સ સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં મામૂલી વધારો થયો પરંતુ ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ રેકોર્ડ પ્રાઈસથી ખુબ ઓછા ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે. એટલે કે જો સોનું લેવાનું વિચારતા હોવ તો તમારા માટે સારી તક છે.

24 કેરેટ ગોલ્ડનો ભાવ999 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું આજે 50780 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 50577 રૂપિયામાં વેચાય છે. 916 પ્યોરિટીવાળું સોનું 46514 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું આજે 38085 રૂપિયાનું 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. 585 પ્યોરિટીવાળું સોનું 29706 રૂપિયે વેચાઈ રહ્યું છે.

કેટલું મોંઘુ થયું સોનુંએ રીતે 24 કેરેટ (999 પ્યોરિટીવાળું) સોનાના ભાવમાં મામૂલી 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 22 કેટેટ સોનાના ભાવમાં 18 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ 256 રૂપિયા વધ્યો છે અને તે 54411 પર પહોંચ્યો છે.

ઓલટાઈમ રેકોર્ડ ભાવથી કેટલું સસ્તું છે ગોલ્ડજો તમે આજે 24 કેરેટ સોનાનો ભાવ જુઓ તો સોનું પોતાના ઓલ ટાઈમ રેકોર્ડ ભાવથી ખુબ સસ્તું વેચાઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ 2020માં 24 કેરેટ સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું હતું. જો એ રેટ સાથે સરખામણી કરીએ તો આજે સોનાના ભાવમાં 4620 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પર સતત દબાણની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. બુધવારે સોના-ચાંદીના વાયદા બજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.

મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સવારે 24 કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. 10 વધીને રૂ. 50,574 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં કારોબાર ખુલીને રૂ. 50,568થી શરૂ થયો હતો, જેમાં થોડા સમય પછી થોડો વધારો જોવા મળ્યો હતો. જોકે, હાલમાં સોનું તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.02 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની ચમક પણ ફીકી પડીસોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર, ચાંદીના વાયદાના ભાવ રૂ. 155 ઘટીને રૂ. 54,560 થયા હતા. અગાઉ ચાંદીમાં 54,605 ​​રૂપિયાથી ખુલ્લેઆમ કારોબાર શરૂ થયો હતો, પરંતુ માંગમાં મંદીના કારણે ટૂંક સમયમાં જ ભાવમાં ઘટાડો થવા લાગ્યો હતો. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.28 ટકાના ઘટાડા પર ટ્રેડ કરી રહી છે.

વૈશ્વિક બજારમાં ભાવ શું છેવૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,714.53 પ્રતિ ઔંસ છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.24 ટકા ઓછી છે. તેવી જ રીતે, ચાંદીની હાજર કિંમત 18.58 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી છે, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.55 ટકા નબળાઈ પર ટ્રેડ થઈ રહી છે. માર્ચની શરૂઆતમાં વૈશ્વિક બજારમાં સોનું 2 હજાર અને ચાંદી 27 ડોલર પ્રતિ ઔંસની આસપાસ વેચાઈ રહ્યું હતું.

આગળ સોનાની ચાલ કેવી રહેશેનિષ્ણાતો કહે છે કે ભલે અત્યારે સોના પર દબાણ છે, પરંતુ ફુગાવો અને મંદીનું જોખમ ઓછું થતાં જ સોનું ફરી એકવાર વેગ પકડશે.જો તમે પણ સોના કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે અને કારોબારી અઠવાડિયાના બીજા દિવસે મતલબ કે મંગળવારના રોજ બુલિયન માર્કેટમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આપને જણાવી દે કે ગઈકાલે સોનુ 89 રૂપિયા સસ્તું થયું હતું જ્યારે ચાંદી 621 રૂપિયા સસ્તું થયું હતુંઆ ઘટાડા બાદ સોનુ ફરી એકવાર 51,000 ની સપાટી ની નીચે આવી ગયું છે અને આપને જણાવી દઈએ કે ચાંદી પણ 55000 ની નીચે વેચાવવા લાગ્યું છે. આ સાથે સોનું તેના ઓલ ટાઈમ હાઇ રેટ થી લગભગ 5300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ

વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદી 25800 ના દરે કિલોએ સસ્તું વેચાઈ રહ્યું છે.ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન ની વેબસાઈટ અનુસાર મંગળવારે 26 જુલાઈએ આ ટ્રેડિંગ અઠવાડિયાના બીજા દિવસે સોનાની કિંમત 89 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યુ છે અને તે 50822 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્લી છે જ્યારે સોમવારના પહેલા દિવસે

ટ્રેડિંગ દિવસે સોનુ 95 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈને 50911રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઇ રહ્યું હતું અને ચાંદી પણ 621 રૂપિયાના ઘટાડા સાથે 54106 રૂપિયા પર વેચાઈ રહ્યું છે અને સોમવારે કારોબારી દિવસે ચાંદી 282 રૂપિયા મોંઘી થઈને 54727 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થાય છે.હાલમાં સોનાના ભાવમાં ઘટાડો થતા લોકોમાં ખુશી જોવા મળી છે.

ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *