વડોદરાના નામાંકિત બિલ્ડરે કોલેજમાં ભણતી યુવતીની જિંદગી બરબાદ કરી અનેક વાર શરીરસુખ માણ્યું એક દિવસ વિડિયો ઉતારીને પછી એવું કર્યુ કે….

પોલીસે પિડીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી બિલ્ડર નવલ ઠકકરની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. પણ આરોપી મળી રહ્યો નથી.

વડોદરાના નામાંકિત બિલ્ડરે કોલેજમાં ભણતી યુવતીની જિંદગી બરબાદ કરી, અનેક વાર શરીરસુખ માણ્યું વડોદરાના જાણીતા કાન્હા ગ્રુપના બિલ્ડર સામે તેના જ સમાજની કોલેજીયન યુવતી પર આચર્યા હોવાની ફરિયાદ નોધાતા બિલ્ડર લોબીમાં ખડભળાટ મચ્યો છે. શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી કાન્હા ગ્રુપના બિલ્ડરે આચર્યું હતું.

આ સમગ્ર ઘટનાનો ભાંડો યુવતીના મોબાઈલમાં પિતાએ ચેટ જોતા ફૂટ્યો હતો. આરોપી નવલ ઠકકર પહેલેથી પરિણીત છે અને એક બાળકનો પિતા હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપતો હતો. આ ઘટના મુદ્દે પીડિતાના પિતાએ જે.પી પોલીસ સ્ટેશનમાં આરોપી નવલ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી બાજુ આરોપી નવલ ઠક્કર ફરાર થયો છે, જેણે શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતો અને જાણીતા કાન્હા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો નવલ દિપકભાઇ ઠક્કર કન્સ્ટ્રક્શનનો વેપાર કરે છે. અને તે એક સંતાનનો પિતા છે. તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી તેના જ સમાજની ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી અને હાલમાં કોલેજ કરતી યુવતીના પરિચયમાં આવ્યો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. પારિવારીક સબંધો પણ હોવાથી અવાર-નવાર નવલ પણ યુવતીના ઘરે જતો હતો. યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયા બાદ નવલ ઠક્કરે લગ્ન કરવાની લાલચ આપી હતી.

યુવતીને પણ નવલ લગ્ન કરશે તેવો વિશ્વાસ હતો. પરંતુ, નવલે પોતે પરિણીત હોવા છતાં, યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર-નવાર શારીરીક સુખ માણ્યું હતું. દરમિયાન ધોરણ 12 પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાના હાથમાં યુવતીનો મોબાઇલ આવી જતાં તેઓએ દીકરીનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ જોતા ચોંકી ઉઠ્યા હતા.

પિતાએ દીકરીના મોબાઇલ ફોનમાં ચેટ મેસેજ જોયા બાદ દીકરીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી નવલ ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા છ માસ ઉપરાંતથી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાની બાબત જણાવી હતી.

જેથી પીડિત યુવતીના પિતા ચોંકી ઉઠ્યા અને સમગ્ર મામલે પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં આરોપી બિલ્ડર નવલ ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો. ફરિયાદ દાખલ થતાં જ આરોપી બિલ્ડર નવલ ઠકકર ફરાર થઈ ગયો છે. પોલીસે પીડિત યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પિડીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી બિલ્ડર નવલ ઠકકરની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવા અલગ અલગ સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. પણ આરોપી મળી રહ્યો નથી. ત્યારે આરોપી બિલ્ડર ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે તે એક મોટો સવાલ ઉભો થયો છે.

શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી 19 વર્ષિય યુવતીએ બાપોદમાં લગ્નના એક વર્ષ બાદ જ પતિએ અને સાસરિયાએ તરછોડી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

ગત જુલાઇ 2021માં જ લગ્ન થયા હતાંવડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે કિરણ દિનેશભાઇ સોલંકી (રહે. શ્રી હરી ટાઉનશીપ, આજવા રોડ, વડોદરા) સાથે તેને પાંચ વર્ષ સુધી મિત્રતા રહી હતી. ત્યાર બાદ જુલાઇ 2021માં યુવતીના કિરણ સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના બાદ સાસુ, સસરા અને નણંદ દહેજની માંગણી કરવા લગ્યા હતા.

પતિ અને સાસરિયાએ દહેજ માંગ્યુંસાસરીયા પરિણિતાને કહેતા કે તુ તારા ઘરેથી કશું લાવી નથી. સાથે જ મારઝૂડ પણ કરતા. આ અંગે પતિને કિરણને ફરિયાદ કરતા પતિ પણ પોતાની માતાના ઉપરાણું લેતો. તેમજ શારીરીક અને માનસિક ત્રાસ ગુજારતો. જેથી પરિણિતાને તેના માતા-પિતા પિયર લઇ ગયા હતા અને આજ સુધી તે પિયરમાં જ રહે છે. જેથી પરિણિતાએ પતિ સહિત સાસરીયા સામે દહેજની માંગ અને મારઝૂડ કર્યાની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *