15તારીખ થી 17તારીખ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી 18 ઑગસ્ટથી ગુજરાતમાં ફરીવાર આ જિલ્લાઓમાં આગામી 5 દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી માછીમારોને અપાઇ ચેતવણી દરિયો બન્યો ગાંડો તુર આ વિસ્તારનો લેશે ઉધડો

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હજુ 5 દિવસ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસી શકે છે.’

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાહવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગઇકાલે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોદી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરના અખબારનગર, RTO સર્કલ, જુના વાડજ, નવા વાડજ, રાણીપ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો બોડકદેવ, સેટેલાઇટ, એસ.જી હાઇવે, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ સહીતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બફારામાંથી રાહત મળી હતી.

શહેરમાં વરસાદને પગલે અખબારનગરથી નવા વાડજ તરફ જવાના રસ્તા પર ઝાડ ધરાશાઈ થયું હતું. અચાનક ઝાડ પડતા એક બાઈક ચાલક ઝાડ નીચે ફસાયો હતો. પોલીસ અને સ્થાનિક દુકાનદારોની મદદથી તેને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે અનેક અરજી કરી હતી પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી ન

ગુજરાતમાં અત્યારસુધી 78.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 126.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.47 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છ.આ તારીખે ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ અતિભારે વરસાદ પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અમાદવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ગુજરાત રિઝનમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.

ચાલુ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તમામ ડેમમાં નવા નીર આવ્યા છે. જેતપુર ભાદર-1 ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 1.25 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. વરસાદને પગલે ડેમની સપાટી 25.80 ફૂટે પહોંચી. 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર થઇ છે. સૌથી વધુ પોરબંદર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ જ્યારે 8 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અહીં ભારે કરંટ સાથે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 3 મીટરથી વધુ ઉછળી રહ્યા છે મોજા. ભારે મોજાને લઈ દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ. દરિયામાં માછીમારી કરવા ગયેલી બે બોટો હિલોળા લેતી જોવા મળી. તો દીવના નાગવા બીચ, જલંધર બીચ, ઘોઘલા બીચ પર નાહવા પર પ્રતિબંધ. આગામી 31 ઓગસ્ટ સુધી નાહવા પર પ્રતિબંધ.

અમદાવાદ: ગુજરાતમાં ફરીથી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ માટે કોઈ આગાહી આપવામાં આવી નથી.

હવામાન વિભાગ દ્રારા આજે દસમી ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહેદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે રાજકોટ અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *