17તારીખે અને 20 તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણે કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ

રાજ્યમાં (Gujarat) ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડશે.

તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં (mehsana) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઆપવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો તાપી, ભરૂચ અને પંચમહાલમાં (Panchmahal) ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દરિયાકાંઠે પણ તેજ ગતિથી પવન ફુંકાવાની આગાહી છે. જેના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર છે.

રાજ્યના 160થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદઆગાહી અનુસાર 24 કલાકમાં રાજ્યના 160થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 140 ટકા, દક્ષિણ ગુજરાતમાં 100 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં સુરતના પલસાણામાં પોણા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

સુરતના બારડોલીમાં 7 ઇંચ વરસાદ છે. તાપીના વ્યારામાં 8 ઈંચ તો સોનગઢમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 89 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં 82 ટકા, ઉત્તર ગુજરાતમાં 79 ટકા વરસાદ છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.

અમદાવાદમાં રાતથી સવાર સુધી ક્યાંક ધીમીધારે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.સોમવારે પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય હતા. સોમવારે સરખેજ અને મકરબા વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો. તો જોધપુર, મકતમપુરા, સેટેલાઈટ, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપુર, ટાગોરહોલ વિસ્તારમાં દોઢ દોઢ ઈંચ વરસાદ વરસ્યો. તો રામોલ, દૂધેશ્વર, વટવા, જમાલપુર, લાલ દરવાજા, દરિયાપુર, શાહપુરમાં પણ એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો. સાયન્સ સિટી, ગોતા, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, ઈંકમટેક્સ, મેમકો, નરોડા, મણીનગર, કાંકરીયા વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

બનાસકાંઠાના અમીરગઢ, વડગામ, દાંતા, પાલનપુર, વડગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુખબાગ રોડ, આબુ હાઇવે, સુરમદિર, મલાણા પાટિયા. ધનિયાણા ચોકડી , સિવિલ હોસ્પિટલ, આદર્શ હાઇસ્કુલ, શામાર્કેટ સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક ટ્રક ખાડામાં પડતા રસ્તાની વચ્ચે જ પલટી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો યથાવત છે. ડેમની જળ સપાટી 135.02 મીટરે પહોંચી છે. હાલ 3 લાખ 2 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધતા સપાટીમાં વધારો થયો છે. જેથી 1.9 મીટરે 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાઇ રહ્યું છે.નદીમાં કુલ જાવક 3 લાખ 62 હજાર 594 ક્યુસેક છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *