18તારીખે થી 20તારીખ સુધી માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આ તારીખે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી અમદાવાદમા અને સુરતમાં રેડ એલેટ આપ્યું

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે જ્યાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં અમરેલી ગીર સોમનાથ કચ્છ મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના બે જિલ્લામાં અત્યારે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયા છે.

બુધવારના રોજ સાત જિલ્લામાં હવામાન વિભાગ એ યલો એલર્ટ જાહેર કર્યા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહીને કારણે ત્રણ જિલ્લામાં ઓરેન્જ આપી દેવામાં આવ્યા છે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં નોંધાઈ શકે તેવી શક્યતા છે, ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે અત્યારે બનાસ નદીમાં પણ પાણીની આવક થઈ છે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અમીરગઢ મામલતદાર એમ ટીડીઓ સહિત પીએસઆઇ દ્વારા નદી કાંઠાના વિસ્તારો સહિત ગ્રામ સરપંચ અને એલર્ટ રહેવાની જાહેરાત કરી છે.

ઉપરવાસમાં ભારે વરસાદ અને કારણે બનાસ નદીમાં પાણી વધી શકે તેવી શક્યતા છે બનાસ નદીમાં પાણી વધવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક માં ઘણો વધારો નોંધાયો છે જ્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન એવા ધરોઈ ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે અત્યારે છેલ્લા 11 દિવસથી ડેમની સપાટીમાં 23 ટકાનો વધારો નોંધાયો છે પ્રતિ સેકન્ડે અત્યારે 63 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

અત્યારે ધરોઈ ડેમની જળ સપાટી 611.80 ફૂટ પર પહોંચી છે જ્યારે પાણીનો કુલ જથ્થો 64.23% નોંધાયો છે અને ભારે વરસાદ અને પગલે પાણીની સપાટી હજી પણ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બીજી બાજુ સરદાર સરોવર ડેમ જળ સપાટીને વાત કરીએ તો 135 મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138 મીટર છે જે માત્ર હવે ડેમને છલકાવા માટે ત્રણ મીટર જ દૂર છે.

અમદાવાદમાં મોડી રાત્રેથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાય ગયા છે. વરસાદને કારણે શહેરના કેટલાક નિશાન વાળા વિસ્તારોમાં પાણી ભરાવા ને કારણે લોકોને હાલાકી બેઠવી પડી રહી છે. તો તો બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓમાં ખાડા પડેલા જોવા મળી રહ્યા છે.

અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે મોટાભાગના વિસ્તારમાં મેઘરા જાય તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જેમાં અરવલ્લી સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે.

તો બીજી તરફ પરથી વરસાદી પાણી માં વધારો થયો છે. અરવલ્લી મોડાસામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જળાશયોમાં સારા એવા પાણીની આવક જોવા મળી હતી.

જેના કારણે નીચાણ વાળા 10 ગામોને એલર્ટ કરાયા હતા. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતી હતી. હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદને લઈને આગાહી છે. તેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક ડેમો હાઈલાઈટ પર જોવા મળી રહ્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા ઉકાઈ ડેમ પર આવેલો કોઝવે પરથી પાણીની આવક વધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓમાં ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. તારીખ 17 ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *