19તારીખે 20તારીખે આઠમ તો બગાડશે જ સાથે સાથે આ જિલ્લામાં તો હવે તબાહી મચવાનો પણ ડર આ જિલ્લામાં આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી… હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી

ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે.

જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં જળબંબાકારજો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 18 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમથી થવાની સંભાવના છે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.

જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાંડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.

જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.ઉતરગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગનવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.

તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે,ઉપરાંત દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.

તો તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તો મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

અમીરગઢ, કપરાડા, ઉમરગામ, ચિખલી, પારડી, વાપી, ઇડર, બેચરાજી, વડાલી, પાલનપુર, ધાનેરા, ડોલવણ, કાંકેજરેમાં 4થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય નવસારી, વિસનગર, છોટાઉદેપુર, ડાંગ, ઉંઝા, જલાલપોર, ખેરાલ, માંડવી-સુરત, ભિલોડા, સુત્રાપાડા, કામરેજ, મહુવા, લખપત, ચાણસ્મા, લાખણી અને વાવમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

સંતરામપુર, પલસાણા, સાગબારા, વાંસદા, વિજયનગર, ઉમરગામ, બાયડ, લુણાવાડા, વાલોડ, ગણદેવી, બારડોલી, વડોદરા, વેરાવળ, વઘઈ, પાટણ, ભાભર, માંગરોળ, નેત્રંગ, જોડિયા, મેઘરજ, કોડિનાર, વ્યારા, ધ્રોલ, સુઈગામ, સરસ્વતી, આંકલાવ, જોટાણા, રાધનપુર, થરાદ, ધનસુરા, તાલાલા, માલપુર, મોડાસા, વાડિયા, સાંતલપુર, કડાણા, ખેડબ્રહ્મા અને મોરબીમાં 2થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

સુબીર, રાજુલા, દેડિયાપાડા, સંખેશ્વર, ખાનપુર, સુરત શહેર, હારીજ, માળિયા, વિસનગર, ટંકારા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, હાલોલ, મેંદરડા, વિજાપુર, અમદાવાદ શહેર, ગિર ગઢડા, મહુવા-ભાવનગર, બારડોલી, જેતપુર પાવી, કુતિયાણા, માણાવદર, પ્રાંતિજ, મેમદાવાદ, નાંદોદ, ધનપરુ, સમી, કપડવંજ, રાપર, બોરસદ, હિંમતનગર, ગરબાડા, લિમખેડા, સાવલી, જસદણ, નિઝર, ઉચ્છલ, ગારિયાધાર, કોટડાસાંગાણી, પાદરા, રાણાવાવ, ચોર્યાસી, તલોદ, કાલોલ, જામનગર, કેશોદ, અંકલેશ્વર, પોરબંદર, ગરુડેશ્વર, સંખેડા, કુકરમુંડા, જાંબુઘોડામાં એકથી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

આણંદ, બગસરા, કલોલ, ઝાલોદ, ઓલપાટ, વલ્લભીપુર, ગાંધીનગર, ઉના, વડિયા, કડી, વીરપુર, ભેસાણ, ધોરાજી, બોટાદ, તિલકવાડા, સાણંદ, વાઘોડિયા, ફતેપુરા, ઉમરાળા, ક્વાંટ, માણસા, માંગરોળ, વંથલી, કઠલાલ, બાલાસિનોર, દેવગઢ બારિયા, જામકંડોરણા, ધારી, મુંદ્રા, ઘોઘંબા, જેસર, ભુજ, મોરવા હડફ, અમરેલી, ખંભાત, ખાંભા, ડભોઈ, માંડલ, ઝઘડિયા, ભચાઉ, મહુધા, સિનોર, જાફરાબાદ, તલાજા, દસ્ક્રોઇ, ભાવનગર, જામજોધપુર, લાઠી, ઘોઘા, શિનોર, કારંજ, ઉમરેઠ, ડેસરમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અને તાલુકાઓમાં અડધાથી લઈ છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *