21 ઓગસ્ટ અને 24 ઓગસ્ટ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ તારીખે અમદાવાદમા અમરેલી અને સુરતમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી આ ભાગના લોકો સાચવજો હો નહિતર..
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે અત્યારે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે વરસાદનું પાછું જોર વધ્યું હોય તેવા એંધાણો વ્યક્ત થઇ રહ્યા છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે કે તેવી શક્યતા છે.
સમગ્ર રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તેવી શક્યતા છે જ્યારે આગામી 24 કલાક ધોધમાર વરસાદ વરસી શકે તેવી સંભાવના છે, ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ જેવા વિસ્તારમાં વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જામનગર રાજકોટ જવા વિસ્તારમાં સામાન્ય વરસાદથી લઈને સારા એવા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે જ્યાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ હવામાન વિભાગે આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે શહેરમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે સાથે તાપમાન પણ સામાન્ય બફારા જેવું રહેશે તેવી આગાહી જાહેર કરી છે.
મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે હવે મધ્યપ્રદેશ થી ધીમે ધીમે આગળ વધશે અને તેના કારણે રાજ્યમાં સારા એવા વરસાદને લઈને આગાહી જાહેર કરી છે. બીજી બાજુ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં 95% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે હજી તો ઓગસ્ટ મહિનાના દસ બાર દિવસ બાકી છે અને સાથે આખો સપ્ટેમ્બર મહિનો પણ બાકી છે તો જોવાનું રહેશે કે રાજ્યમાં હજી કેટલો વરસાદ પડી શકે. દોસ્તો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ ધોધમાર વરસાદ થયો હતો જેના પરિણામે હેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદે વિરામ લીધા પણ બાદ પણ જિલ્લાના અનેક ગામડાઓ હજુ પણ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે.
ડીસાના ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિબનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો પરંતુ ડીસા પંથકમાં બે દિવસના વરસાદ બાદ તારાજી દ્રશ્યો સામે આવ્યા છે. ચાર ચાર દિવસ થયા પરંતુ હજુ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ અને ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા તો પાક કમર સુધી પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે.
ડીસાના સમશેરપુરા, યાવરપુરા, શેરપુરા,જેનાલ,વરનોડા સહિતના ગામડાઓમાં હજુ પણ તારા વિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડીસાના શેરપુરા ગામે આવેલા ખેડૂતોના ખેતરમાં હજુ પણ પાણી ઓસર્યા, નથી તો કમર સુધી પાણીમાં પાક જોવા મળી રહ્યો છે. મગફળી,બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય જોવા મળી. મહામૂલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષાઓ કરી રહ્યા છે.
થરાદના નાગલા ગામે ઢીંચણ સમા પાણી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામની સ્થિતિ કપરી બની છે. નાગલા ગામમાં ઢીંચણ સમા પાણી ભરાતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયું છે. ગ્રામ પંચાયત અને દૂધ મંડળીના મકાનમાં પણ પાણી ઘુસી ગયું છે. સાંસદ પરબત ભાઇ પટેલ ટ્રેકટર લઇ પહોચ્યા હતા.
વાવ પંથકમાં પણ ખેતરો બેટમાં ફેરવાયાબનાસકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ હજુ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. જિલ્લાના સરહદીય વાવ પંથકમાં પણ ખેતરો બેટમાં ફેરવાયા છે. વાવના રાછેણા, લોદરાણી, તડાવ નળોદર,ગોલગામ સહિતના નીચાણ વાળા ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. જુવાર,બાજરી,મગ,ગવાર જેવા પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરી ખેડૂતને સહાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.