23 ઓગસ્ટ થી 25 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં 3દિવસ સુધી ભારે વરસાદની આગાહી દાંતીવાડા ડેમ પાસેના નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ અંબાલાલ પટેલ મોટી આગાહી

આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂમહત્વનું છે કે, વરસાદની આગાહી વચ્ચે આજ રોજ સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ઈડરમાં બે ઇંચ અને હિંમતનગરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. તો અન્ય તમામ તાલુકાઓમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ જો વરસાદ યથાવત રહેશે તો જિલ્લાના તમામ જળાશયો છલકાશે.

માઉન્ટ આબુમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદબીજી બાજુ પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે બનાસ નદીમાં પાણી આવશે. આથી, દાંતીવાડા ડેમની સપાટી વધવાની શક્યતાના કારણે ડેમ પર વ્હાઇટ સિગ્નલ જાહેર કરી દેવાયું છે. ડેમની નીચેના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. તેમજ નદીમાં પણ અવરજવર ન કરવાની અપીલ કરાઈ છે. મામલતદાર અને TDO તેમજ તલાટીઓને પણ એલર્ટ કરી દેવાયા છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં પડશે સારો વરસાદહવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે, ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણમાં સારો એવો વરસાદ પડશે. તો બીજી બાજુ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં પણ સારો એવો વરસાદ થશે.

લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના કારણે વરસાદના જોરમાં થશે વધારોજ્યારે આજે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ સિવાય સાબરકાંઠા, પાટણ સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જો કે તેમ છતાં લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. લો પ્રેસર સિસ્ટમ સર્જાઇ હોવાના કારણે વરસાદના જોરમાં વધારો થશે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને આગાહી જાહેર કરી છે જેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી શક્યતા છે. અત્યારે દક્ષિણ ગુજરાત થી લઈને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે તેઓ અમુક વિસ્તારમાં તો તડકો નીકળ્યો છે.

છેલ્લા 48 કલાક સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હવે મેઘરાજા ફરી એક વખત પોતાની કેર વરસાદ તૈયાર થઈ રહ્યા છે 22 ઓગસ્ટ થી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની કારણે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ 22 તારીખે અરબી સમુદ્રમાં વેલમાર્ક ઓપરેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર રાજ્ય ઉપર પડશે જેથી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદથી લઈને ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે 22 તારીખથી ફરી એક વખત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા ખૂબ જ વધારે છે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી ડાંગ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ મધ્યમાં વરસાદીથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *