25તારીખે થી 29તારીખે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિના માં ભારે પવન વરસાદની સાથે ની આગાહી જાણો કયા કયા જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ અંબાલાલ પટેલે જાહેર કરી મોટી આગાહી

કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વણાકબોરી આડબંધના માધ્યમથી આગમનને પગલે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સર્વ પ્રકારે સતર્કતા રાખવાની સૂચનાના અનુસંધાને સાવલીના પ્રાંત અધિકારી દ્વારા ડેસર તાલુકાના ગળતેશ્વર પૂલ ખાતે, વધતા જળ સ્તરને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લાંછનપુર ગામના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી કાંઠે ન જવા સહિતની તકેદારીઓ પાળવા સાવધાન કરવામાં આવ્યા છે.

હાલ ત્યાં સ્થળાંતર ની કોઈ જરૂર જણાઈ નથી. જ્યારે વડોદરા તાલુકાના મામલતદાર અને પોલીસ તંત્રને સિંધરોટ તેમજ અન્ય નીચાણવાળા ગામોમાં તકેદારી અને સાવધાનીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આજે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.

તમને જણાવી દઇએ કે, મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 35 હજાર કયુસેક પાણીની આવક છે. જ્યારે ભાદર ડેમમાં 2 હજાર કયુસેક પાણીની આવક નોંધાઇ છે. પાણીની આવકથી મહિસાગર અને ભાદર નદી બે કાંઠે આવી ગઇ છે. મહિસાગર નદી પર આવેલ વણાક બોરી ડેમ પણ ઓવરફ્લો થઇ ગયો છે. આથી, મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામા આવ્યાં છે.

બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર બ્લુ સિગ્નલ અપાયું છે. ડેમનું જળ સ્તર 80 ટકાને પાર થતા બ્લુ સિગ્નલ આપવામાં આવ્યું છે. ડેમમાં પાણીની સપાટી 598.70 ફૂટ પર પહોંચતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટે પહોંચી છે. ડેમમાં અત્યારે 21 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જ્યારે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ ભરાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *