72કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રને કચ્છ વિસ્તારની અંદર અવિરત તોફાની વરસાદને લઈને કરાઈ મોટી આગાહી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય ને લઈને કરાઈ ભુક્કા બોલાવતી આગાહી! હવે તમે જોજો..

ભારતીય હવામાન વિભાગના અનુસાર સપ્ટેમ્બર ના પહેલા અઠવાડિયામાં દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી સંભાવના છે. અહેવાલો અનુસાર સામાન્ય રીતે ચોમાસાની વીદાય થાય તેના એક પખવાડિયા પહેલા જ તેની વિદાયની શરૂઆત થશે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત 17 સપ્ટેમ્બર થી થાય છે.જોકે તે હવામાન સિસ્ટમ પર આધારિત છે.

આઈએમડીએ કહ્યુ હતુ કે આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા થી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેવી સંભાવના છે.દેશના હાલના વાતાવરણની વાત કરવામાં આવે તો દેશમાં હાલ મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક વરસાદ થઈ રહ્યો છે તો અમુક જગ્યાએ તડકો થઈ રહ્યો છે. ખરીફ પાક માટે આ સ્ટાફ ફાયદાકારક છે

અને હવામાન એજન્સીઓના જણાવ્યા અનુસાર દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં ઓગસ્ટ મહિનાના અંત સુધી ભારે વરસાદની આશા ઓછી છે. જોકે સ્કાયમેટ એજન્સીના અનુસાર દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન વિસ્તાર પર ઓછા દબાણનું ક્ષેત્ર હજુ પણ યથાવત છે જેની અસર દિલ્હી એનસીઆર ક્ષેત્ર પર પડી શકે છે.

સ્કાયમેટ અનુસાર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન ઉપર ઓછા દબાણ નું ક્ષેત્ર સર્જાયેલું છે જ્યારે મોન્સુન ત્રૂફ દક્ષી પક્ષીમ રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન ઉપર બનેલા દબાણના કેન્દ્રથી જયપુર,ગ્વાલિયર, પ્રયાગરાજ, રાંચી,બાંકુરા અને પછી મિઝોરમ તરફ બાંગ્લાદેશ અને ત્રિપુરા થઈને પસાર થાય છે. બંગાળની અખાત ની ઉત્તર પશ્ચિમમાં આગામી 24 કલાક દરમિયાન ઓછા દબાણનું ક્ષેત્ર વિકસિત થઈ શકે છે.

કડાણા ડેમમાં 43 હજાર 617 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમની જળ સપાટી 416.11 ફૂટ છે. ડેમનું રુલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડાઇ રહ્યું છે. ડેમના ચાર ગેટ પાંચ ફૂટ સુધી ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે અને પાવર હાઉસ મારફતે 15900 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે.કેનાલ મારફતે પણ 1 હજાર 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

અત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની અંદર વરસાદ સાવ સદંતર બંધ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરત અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરોની અંદર વહેલી સવારે માત્ર વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આવવાના દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી આજે આપણે સામે આવી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા વારંવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે.

આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે. પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારો ની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. અત્યારે ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ નેહવત પ્રમાણમાં છે. અમદાવાદ ની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વિભાગની આગાહીને લઈને આવનારા પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ હળવા વરસાદી પણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ આવનારા 48 કલાક ખૂબ સામાન્ય વરસાદ પડી શકે છે તેવી સંભાવના રહેલી છે. ત્યાર પછી ઘણી જગ્યાઓ પર તડકો જોવા મળશે. ગુજરાતની સિઝનમાં વાત કરવામાં આવે તો આગામી બે દિવસ હળવો વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે

અમદાવાદની વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે અમુક વિસ્તારોની અંદર પણ ઘણી જગ્યા ઉપર આવી રીતે ધોધમાર વરસાદ પડી શકે છે સાથે સમગ્ર શહેરની અંદર વરસાદ પડવાની સંભાવના રહેલી નથી. અમદાવાદની અંદર પણ રવિવારના દિવસથી વરસાદની કોઈપણ પ્રકારની આગાહી કરવામાં આવી નથી અને તાપમાનની વાત કરવામાં આવે તો એક થી બે દિવસ બાદ 34 થી લઈને 35 સેલ્સિયસ તાપમાન રહેવાની પણ શક્યતાઓ રહેલી છે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે સો ટકાથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અને અત્યારે સૌથી વધારે વરસાદ કચ્છની અંદર પડ્યો છે. કચ્છની અંદર 155.89 ટકા તેમાં ઉત્તર ગુજરાતની અંદર 110.42 ટકા તેમજ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર 82.74% અને સૌરાષ્ટ્રમાં 89 પર 50% તેમજ દક્ષિણ ગુજરાતની અંદર 108.40% જેટલો વરસાદ પડ્યો છે. અત્યારે સરદાર સરોવર ડેમની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

નદીમાં છોડવામાં આવતા પાણીની અંદર બે લાખ 50 હજાર ક્યુસેકનો ઘટાડો થઈ રહ્યો છે અને અત્યારે 23 જેટલા ગેટ માત્ર 0.60 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે અને એક લાખ કયુસેક પાણી જ છોડાઈ રહ્યો છે. Rbps માંથી 45000 ક્યુસેક પાણી છોડી દેવામાં આવશે. જ્યારે નદીમાં જાવક એક લાખ 45 હજાર કયુસેક રહેશે.

બીજી બાજુ મહેસાણા જિલ્લાની અંદર આવેલા ધરોઈ ડેમની અંદર અત્યારે 621 ફૂટ સુધી ભરાઈ જવાનો પણ નિર્ણય લેવા આવ્યો છે અને ખેડૂતોના હિતની અંદર ડેમને રૂલ લેવલ થી વધારે ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાની અંદર 619 ફૂટ રુલ લેવલ જાળવવાનું હોય છે જ્યારે અત્યારે રૂલ લેવલ કરતા એટલે વધારે બે ફૂટ જેટલો પાણી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં ખૂબ જ ઓછો વરસાદ થતાં વહીવટી તંત્ર દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *