72કલાકમાં ગુજરાતમાં આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી થશે શરૂ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે રાજ્યના 6 જિલ્લામાં વાતાવરણ ડ્રાય રહેવાની શક્યતા છે. જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ અને નર્મદામાં વાતાવરણ ડ્રાય રહેશે.’

અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહીજો કે, અન્ય કેટલાંક જિલ્લાઓમાં હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને જૂનાગઢમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.’

રાજ્યમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયોઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ થયો છે.

સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે. ઉપરાંત અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20થી 40 ઈંચ, 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં મળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગની વાત કરવામાં આવે તો 1 ઓગસ્ટ આજે રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને અંધારું વ્યક્ત કર્યા છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. નદી નાળાઓમાં નવા નીર નોંધાયા છે.

જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ ભારે થી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે હાલ રાજ્યમાં આંશિક વાદળછાયું વાતાવરણને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દિલ્હીની ગતિવિધિમાં ઘટાડો થશે. વરસાદનું આગામી રાઉન્ડ 4 ઓગસ્ટ થી શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં સામાન્ય વરસાદ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *