9ઓગસ્ટ અને 11ઓગસ્ટ મ.ગુજરાત અને ઉ.ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કેટલાક શહેરોમાં એલર્ટ

રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે અને જેમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનથી વરસાદ રહેશે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મ.ગુજરાત અને ઉ.ગુજરાત મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને જેમાં 8થી 10 ઓગસ્ટ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

ઉલ્લેખનીય છે કે સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં વરસાદ ખાબકશે. તથા રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા,નડિયાદમાં પણ વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ મેઘમહેર થશે અને જેમાં રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. તેમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનથી વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને તેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તથા આગાહીને લઈ પાંચ દિવસ માટે તંત્ર એલર્ટ પર છે. તેમજ સુરતમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ નવા સપ્તાહની શરૂઆતમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી હવામાન વિભાગની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટનું ગોંડલ જ્યાં લાંબા વિરામ બાદ આજે સાંજ થતા ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ગોંડલના વાસાવડ પંથકમાં તો એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસી ગયો. જેના કારણે વાસાવડ પાણી- પાણી થઈ ગયું. ગોંડલ ઉપરાંત તાલુકાના રાવણા, પાટખિલોરી, ધરાળા, દેરડી (કુંભાજી) સહિતના ગામમાં પણ વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બગસરા તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બગસરાના લુઘીયામાંથી પસાર થતી સાતલડી નદીમાં પૂર આવ્યું છે. લુઘીયાના ઉપરવાસમાં મોણવેલ અને વેકરિયા સહિતના ગામમાં ભારે વરસાદના કારણે સાતલડી નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ગ્રામજનોને નદીના પટ વિસ્તારમાં ન જવા પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હાલ રાજ્યમાં 57 ડેમ હાઈએલર્ટ પર છે, જ્યારે 10 ડેમ એલર્ટ પર છે. ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 57 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 70 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 28 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 80 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

ઉમરાળામાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે ગારિયાધારમાં પણ બે ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી હતી. આ ઉપરાંત સિહોરમાં આજે સતત ત્રીજા દિવસે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વલ્લભીપુરમાં અડધો ઇંચ, ભાવનગર શહેર, તળાજા, ઘોઘા અને જેસરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં સિઝનનો કુલ વરસાદ 344 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ચોમાસાનો કુલ વરસાદ 617 મી.મી. છે અને આજે સાંજ સુધીમાં 344 મી.મી. એટલે કે 56.09 ટકા વરસાદ વરસી ગયો છે. શ્રાવણમાં છૂટાછવાયા સરવડા વરસતા હોય છે પરંતુ આ વર્ષે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોય પાંચ દિવસમાં સિઝનનો 11 ટકા વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં આજે ઉમરાળામાં મેઘો મહેરબાન થઇને વરસ્યો હતો.

આજે ગારિયાધારમાં પણ 41 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આજુબાજુના ગામડાઓમાં પણ આજે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉમરાળામાં 3 ઇંચ ધોધમાર વરસાદ વરસતા ઉમરાળાના ચેકડેમો ભરાઇ ગયા હતા અને નદીમાં નવા નીર વહેતા થયા હતા. આજે ધોળા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ મૌસમનો સારામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો. સતત દોઢ કલાક સાડા પાંચ વાગ્યા સુધી વરસીને દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

આજે બગદાણામાં બપોરના 3.30 કલાક આસપાસ મેઘસવારી આવી પહોંચી હતી અને જોતજોતામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેથી બગડ નદીમાં પૂર આવ્યું હતુ. મોણપર, ટીટોડીયા, કરમદીયા, નવાગામ, રાળગોન, દુદાણા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. ભંડારિયામાં બપોરના સમયે 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

શેત્રુંજી ડેમની સપાટી 27.8 ફૂટે આંબીશેત્રુંજી ડેમની સપાટી વધીને 27.8 ફૂટ થઇ ગઇ છે. આ ડેમમાં ગઇ કાલથી સતત આવક 2030 ક્યૂસેક થઇ રહી છે. આ ઉપરાંત જે ડેમમાં પાણીની આવક શરૂ હતી તેમાં માલણ ડેમમાં 283 ક્યૂસેક, રંઘોળામાં 1069 ક્યૂસેક, હમીરપરા ડેમમાં 150 ક્યૂસેક, પીંગળી ડેમમાં 56 ક્યૂસેક, બગડ ડેમમાં 1094 ક્યૂસેક પાણીની આવક અને જાવક શરૂ હતી. રોજકીમાં 46 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી.

સમઢીયાળામાં ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકતા અંધારપટ્ટતળાજાના સમઢીયાળામાં સાંજના સમયે વીજળી ત્રાટકતા ગામને વિજળી પુરી પાડનાર ટ્રાન્સફોર્મર બળી ગયુ હતુ જેથી ગામમાં અંધારપટ્ટ છવાઇ ગયો છે.મોડીરાત સુધી ટીસી બદલવાની કામગીરી થઇ નથી જેથી ગામલોકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.

ભાવનગરમાં સોમવારે ભારે વરસાદની આગાહીહવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં સોમવાર અને મંગળવાર, બન્ને દિવસ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર ખાતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *