આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાક સૌથી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ઘરની બહાર કપડાં સૂકાતા હોય તો લઈ લેજો, હવામાન વિભાગે જાહેર કરી મોટી આગાહી…

રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર ને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે

જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

સુનોખ વાંસેરા પંથકમાં આજે સવારે 8 થી 9.30 દોઢ કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ થતાં સુનોખ શોભાયડા રોડ બંધ રોડ ઉપર પાણી ફરી વળતાં નદી જેવો માહોલ સર્જાયો છે. ખેતરોમાં ભારે પાણી ભરાઇ જતાં નુકશાનની દહેશત છે. ગઈકાલ રાત્રીથી અત્યારે 10 વાગ્યા સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અરવલ્લી જિલ્લામાં ગત રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ગત 24 કલાકમાં મેઘરજમાં 4 ઇંચ, મોડાસામાં અને ભિલોડામાં 2 ઇંચ, માલપુર ને ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે બાયડમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ જોવા મળી રહ્યા છે અને જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે.

હાલમાં ભિલોડા શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શામળાજી તરફના માર્ગ પર વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે. મોડા શામળાજી હાવે પર બે-બે ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. ખેતરો અને સ્ટેટ હાઇવે ધોવાઇ ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર,વડાલી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણી આવક નોંધાતા નદીમાં પાણી છોડાયું છે. જેથી ખેડબ્રહ્મા અને વિજયનગરના 10 ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ વિજયનગરના 4 ગામ અને ખેડબ્રહ્મા 6 ગામને એલર્ટ કરાયા છે.

ભિલોડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ ગયો છે. ભિલોડના ગ્રામ્ય વિસ્તારો લીલછા,ખલવાડ,માકરોડા, નવા ભવનાથ, વિસ્તારમાં વરસાદ ખાબકતાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તો આ તરફ ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુનસર ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળતાં નદી કિનારાના 20 ગામડાંઓને સર્તક કરાયા છે.

હવામાન ખાતાની આગાહીના પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા તાલુકાના ટીંટોઇ ગામમાં મોડી રાત્રીથી અત્યાર સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે આશરે 6 થી સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ટીંટોઇ ગામના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ટીંટોઈ ના ડુંગર વિસ્તારનું પાણી ગામમાં ઘુસી જતા નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા છે

ટીંટોઇ તથા આજુબાજુના વિસ્તારમાં સીઝનમાં પહેલી વખત સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીંટોઇ તથા આજુબાજુના વિસ્તારના નદી નાડાઓ અને તળાવ છલકાયા છે. નદી જેવા વહેતા પાણીને જોવા માટે ગામના સ્થાનિકોના ટોળેટોળા ઊમટી પડ્યા છે.

સુરતમાં ખાડી પૂરના કારણે લોકોની મુશ્કેલી વધી છે. સણીયા હેમાદમાં ખાડી પૂર આવતા 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. જેના કારણે મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી આ સમસ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેથી લોકો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ખેડવા જળાશયમાંથી પાણી છોડાતા હરણાવ નદીમાં યુવકો ફસાયા છે. .જળાશયમાંથી એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી હરણાવ નદીમાં ત્રણ યુવકો ફસાયા છે. જેથી જિલ્લા ડિઝાસ્ટર વિભાગને જાણ કરાઈ હતી. હિંમતનગરથી ફાયર વિભાગની એક ટીમ રવાના થઈ છે. ફાયર વિભાગની ટીમ બોટ સાથે રવાના થઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર,વડાલી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણી આવક નોંધાતા નદીમાં પાણી છોડાયું છે. જેથી ખેડબ્રહ્મા અને વિજયનગરના ૧૦ ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ વિજયનગરના 4 ગામ અને ખેડબ્રહ્મા 6 ગામને એલર્ટ કરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત, તાપી, નવસારીમાં વરસાદ નોંધાયો હતો. સુરતના બારડોલીમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે બારડોલીથી મોતા ગામ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. સતત વરસાદને કારણે ખેતરો અને ખાડી કોતરના પાણી રોડ પર આવ્યા છે. 24 કલાક દરમ્યાન બારડોલીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે વરસાદના કારણે NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *