આઠમના દિવસે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી 20તારીખે આ વિસ્તારમાં આ જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજા બોલાવશે રમઝટ 2017 પુર જેવી પરિસ્થિતિ ને પણ સારી કહેવરાવે…

રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ તહેવારો બાદ વરસાદનું જોર ઘટશે. હાલમાં લો પ્રેશર દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થતા વરસાદની શક્યતા છે. બે દિવસ બાદ ફરી લો પ્રેશર બનવવાની સંભાવના છે. લો પ્રેશર બનશે તો ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના પણ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહીગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ ખૂબ વધારે માત્રામાં જામેલો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ કરેલી તમામ આગાહી મોટાભાગે સાચી ઠરી છે. બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. હવે જન્માષ્ટમીના દિવસોમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં રૂપાંતરિત થશે અને જે ગુજરાતમાં ભયંકર વરસાદની લહેર લાવી શકે તેમ છે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી કરી છે. જેમાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના દિવસોમાં તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ વચ્ચે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ જે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આ દિવસોમાં ગુજરાતને ધમરોળશે. ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસુ સોળ આની રહેશે તેવી એક સચોટ આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો છે. છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં 70 થી 80% જેટલો સિજનનો વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે 80% જેટલો સિઝનનો વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ગુજરાતના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, પાટણ બનાસકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. તેમજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત, ડાંગ, તાપી અને નવસારીનો સમાવેશ થાય છે. જન્માષ્ટમીના તહેવાર પર 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે જેમાં ઉત્તર દક્ષિણના વિસ્તારોમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે જેમાં બનાસકાંઠાના જિલ્લામાં તો જાણે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે.

જિલ્લામાં 14 ઇંચ સુધી વરસાદ પડ્યો જેમાં લોકોના ઘર મકાનો શેરીઓમાં પાણી ઘૂસી ગયા છે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છ ઇંચથી વધુ વરસાદ પડતા 2017 જેવા દ્રશ્યો ફરી પાછા અત્યારે જોવા મળી રહ્યા છે બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર જુનાગઢમાં અને દક્ષિણ ગુજરાત વિસ્તારના નવસારી તાપી સુરત માં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો.

ઠેર જગ્યાએ પાણી ભરાયા છે જુનાગઢમાં છ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે ગીર સોમનાથમાં નવ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો છેસુરતના ઉમરપાડા વિસ્તારમાં 7.92 ઇંચ વરસાદ નવસારી ખેર ગામમાં 7.88 ઇંચ વરસાદ જ્યારે તાપીના સોનગઢમાં 7.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે મેઘરાજા ધોધમાર વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે જેમાં આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે તેવી શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં છ તાલુકામાં ચાર ઇંચ થી લઈને 7.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલાક જિલ્લામાં અત્યારે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે સાથે સાથે રાજ્યના જળાશયો પણ અત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેને કારણે નીચાણવાળા વિસ્તારો સહિત નદી કિનારે રહેતા લોકોને અત્યારે સૂચના આપીને એલર્ટ પણ કરી દીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *