આગામી 48 કલાક અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં 3દિવસ ભારે થી અતિ ભારે વરસાદ આ 7 જિલ્લામાં રેડ એલર્ટ

છેલ્લા ૨૪ કલાકમા રાજ્યના ૩૧ જિલ્લાના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટા તાલુકામા ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ પછી વલસાડના ઉમરગામ તાલુકામા ૩.૫ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામરંડોરણા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકામા ૩.૫-૩.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સીઝનનો ૭૫.૭૭ ટકા વરસાદ થયો છે.

આ સિવાય અમદાવાદમાં સવારથી વરસાદનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું. આ પછી છુટાછવાયા વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના સરખેજ, એસ.જી. રોડ, પ્રહલાદનગર, વેજલપુર, આનંદનગર સહિત અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે.

બનાસકાંઠામાં દાંતીવાડા ડેમમાં સાડા પાંચ ફૂટ પાણી આવ્યું. દાંતીવાડા પંથકમાં ગઈકાલે અઢી ઇંચ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 1400 ક્યુસેક પાણીની આવક થતા સપાટી પહોંચી 556.5 ફૂટ. ડેમમાં હાલ સુધી કુલ પાણીની આવક નોંધાય છે સાડા પાંચ ફૂટ. દાંતીવાડા ડેમ હાલ 90% ખાલીખમ. છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા,મોજીલા,સેવંત્રા સહિતના ગામડાઓમાં ગઈકાલે 5 થી 6 ધોધમાર વરસાદ પડ્યો હતો. ગઢાળા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા. ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે ખેતરોમાં પણ પાણી ભરાયા. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓના ચેક ડેમ પણ ઓવરફ્લો થયા. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઉપલેટા તાલુકામાં વરસાદ.

ગઈકાલે રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ જેટલા પડેલા વરસાદને લઈને અનેક ડેમોમાં પાણીની આવક. સારા વરસાદને લઈને ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ગામડાઓની પીવાના પાણીની સમસ્યાઓ હલ થઈ. રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમના 3 દરવાજા 2 ફટ ખોલવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ. ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સાવચેત કરવામાં આવ્યા.

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. સોમવારે 100થી વધુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે રાજ્યના મોટાભાગના સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પણ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે આખા ગુજરાતમાં વરસાદ થશે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. 9 અને 10 ઓગસ્ટે અમદાવાદને મેઘરાજા ઘમરોળશે. ત્યાં જ 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે.

24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં ઉપલેટા અને ઉમરગામમાં 4 ઈંચ,જામકંડોરણા અને હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, દાહોદ,બગસરા, બાબરા અને રાણાવાવમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 76.21 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કચ્છમાં 125 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 87 ટકા વરસાદ પડી ગયો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 65 ટકા નોંધાયો છે.

ગુજરાતનાં જળાશયોમાં 68.34% જળસંગ્રહરાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 66, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -10 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. નર્મદા ડેમમાં કુલ 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે. આજે ડેમમાં પાણીની સપાટી 132.27 મીટર છે.

અત્યારે ડેમમાં 3764.70 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે, જે કુલ સંગ્રહશક્તિના 78.81% ટકા છે. હાલ ડેમમાં પાણીની આવક 32,954 ક્યૂસેક છે. એની સામે 45,423 ક્યૂસેક પાણીનો જથ્થો કેનાલમાં વહાવાઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.27 મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *