આજે સોના-ચાંદી ના ભાવમાં ભારે ઘટાડો આખા વિશ્વમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો કડાકો 7600 રૂપિયા સસ્તું થયું સોનું જાણો સોનું સસ્તું થયું કે મોંઘુ
સોના ચાંદીની કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. મધ્યમવર્ગીય માણસને જો સોનું ખરીદવુ હોય તો રાહ જોતો હોય છે કે ક્યારે સોનાની કિંમત ઓછી થાય અને સોનું ખરીદીને રોકાણ કરીએ. પણ હાલ સોનું ખરીદવા માંગતા લોકો માટે સુવર્ણ તક છે.
સોવરિન ગોલ્ડ સ્કીમ 2022-23ની બીજી શ્રેણી આજથી એટલે કે 22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી ખૂલી ગઈ છે. આ સમય દરમિયાન તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતી ગ્રામ સોનાની કિંમત 5,197 નક્કી કરવામાં આવી છે. આરબીઆઈએ તેને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23ની શ્રેણી 2 હેઠળ લાવવાની જાહેરાત કરી છે.
તેની પ્રથમ શ્રેણી 20 જૂનથી 23 જૂન, 2022 સુધી ખુલી હતી, જેમાં રોકાણકારોને સસ્તું સોનું લેવાની તક મળી હતી. પ્રથમ શ્રેણીમાં ભારતીય રિઝર્વ બેંકે ઇશ્યૂની કિંમત 5091 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી હતી. ઓનલાઈન ખરીદી પર, તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેથી તેની કિંમત 5041 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ હતી.
કેટલું અને કોણ કરી શકે છે રોકાણઆ બોન્ડ માત્ર નિવાસી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF), ટ્રસ્ટો, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ દ્વારા જ ખરીદી શકાય છે. ઈન્ડીવિઝુઅલ રોકાણકારો એક વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. આ સિવાય ટ્રસ્ટ અથવા સંસ્થાઓ વર્ષમાં વધુમાં વધુ 20 કિલો બોન્ડ ખરીદી શકે છે.
ઓનલાઈન ખરીદી પર પ્રતિ ગ્રામ રૂ.50ની છૂટડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે અરજી કરતા અને ચૂકવણી કરતા રોકાણકારો માટે સબસ્ક્રિપ્શનની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 50 ઓછી હશે. રોકાણકારોને નિશ્ચિત કિંમત પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે, તેઓએ ડિજિટલ માધ્યમથી ચુકવણી કરવી પડશે. આનો અર્થ એ થયો કે ઓનલાઈન પેમેન્ટ કરતા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત 5,147 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
સોવરિન ગોલ્ડ બોન્ડનો સમયગાળો આઠ વર્ષનો હશે અને ગ્રાહકોને પાંચમા વર્ષ પછી તેમાંથી બહાર નીકળવાનો વિકલ્પ મળશે. આ બોન્ડ્સનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે અને લોક-ઇન પીરિયડ 5 વર્ષનો છે, તેથી તેનું પ્રીમેચ્યોર રિડેમ્પશન 5 વર્ષ પછી અને સંપૂર્ણ રિડેમ્પશન 8 વર્ષ પછી થઈ શકે છે.
ખરીદી શકાય છે ગોલ્ડ બોન્ડરોકાણકારો તેને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક્સચેન્જ, NSE અને BSE દ્વારા ખરીદી શકે છે. જો કે, તમે આને સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકમાંથી ખરીદી શકતા નથી. ગોલ્ડ બોન્ડનું એક યુનિટ ખરીદો અને તેના મૂલ્ય જેટલી રકમ તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા ખાતામાંથી કાપવામાં આવે છે.
ભારતમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝનમાં રોકાણ શરૂ થવા જઈ રહ્યું છે. તહેવારોની સિઝનમાં લોકો મોટાભાગે રોકાણ યોજનાઓ બનાવે છે. જો પણ તમે જલ્દીથી જ ગોલ્ડમાં રોકાણ કરવા માંગો છો તો આરબીઆઈ તમારા માટે સોનાના રોકાણ કરવા માટે મોટી તક લઈને આવી છે. આજથી એટલે કે 22 ઓગસ્ટ 2022 થી ગ્રીન ગોલ્ડ બોન્ડ સ્કીનમાં રોકાણ કરી શકશો.
આ યોજના 22 ઓક્ટોબરથી શરૂ થશે અને 26 ઓક્ટોબર 2022 સુધી ચાલશે તમને જણાવી દઈએ કે ગોલ્ડ બોન્ડની કિંમત 5197 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન ગોલ્ડ બોન્ડ ખરીદે તો તેને ₹50 નું વધારે ડિસ્કાઉન્ટ મળશે.
તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા જારી કરાયેલ વર્ષની આ બીજી ગોલ્ડ બોન્ડ સ્કીમ છે. અમે તમને જણાવી દઈએ કે તમે સૌવ્રીમ ગોલ્ડ બોન્ડ દ્વારા સોનામાં રોકાણ કરી શકો છો, પરંતુ તે ભૌતિક ગોલ્ડ ને બદલે સોનામાં રોકાણ કરવાની તક આપે છે.
ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા પર તમને લઘુત્તમ વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. આ સાથે તમારે તેમાં રોકાણ કરવા માટે તેને ભૌતિક સોનાની જેમ રાખવાની જરૂર નથી, આ સાથે તેમને ગોલ્ડ બોન્ડ સામે લોન ની સુવિધા પણ મળે છે.
તમને જણાવી દઇએ કે આ રેટ તમે સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે ફક્ત એક નંબર 8955664433 મિસકોલ આપવાનો રહેશે. અને તમારા ફોન પર મેસેજ આવશે જેનાથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.