આજે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર તોફાની વરસાદની આગાહી આ જિલ્લામાં અંધારું છવાયું, ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ

ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર ડાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે.

વેણુ ડેમ છલકાયો, 3 દરવાજા ખોલાયાગઈકાલે રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ જેટલા પડેલા વરસાદને લઈને અનેક ડેમોમાં પાણીની આવક વધી ગઈ છે. સારા વરસાદને લઈને ખેડૂતોની સિંચાઈની સમસ્યા અને ગામડાઓની પીવાના પાણીની સમસ્યાઓનો હવે જલ્દીથી અંત આવશે. ભારે પાણીની આવકને પગલે રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વેણુ-2 ડેમ માં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. આથી ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.

છેલ્લા દસ દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદ સાવ નહિવત થયો હતો. તેમાં છેલ્લા પાંચ દિવસથી ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદે ભારે બોલાવી દીધી છે. ગુજરાત રાજ્યની અંદર થયેલા થોડાક સમયથી વિરામ પછી હવામાંન વિભાગ દ્વારા ભારે વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી ની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે

ગુજરાત રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણને કારણે અતિ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ રાજકોટ સુરત શહેરની અંદર દિવસ દરમિયાન પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઊપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની અંદર પણ પાણીની નવી આવક થઈ છે અને નર્મદા નદી અને તાપી નદીના જળસ્તર ની અંદર પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગના ચલાવ્યા પ્રમાણે શુક્રવારના રોજ મતલબ કે આવનારા ત્રણ દિવસ સુધી સારામાં સારા વરસાદી માહોલ જોવા મળી શકે છે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમ જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. મારી માહિતી પ્રમાણે જાણવા મળી ગયું છે કે ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં સીઝન 76 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સાબરકાંઠાની અંદર આવેલા ખેડબ્રહ્મા વડાલી અને રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારની અંદર મેઘરાજા ધોધમાર રીતે વરસી રહ્યા છે

વડાલી ની અંદર એક જ કલાકની અંદર એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે તેને કારણે ખેડૂતોની અંદર એક અલગ પ્રકારની ખુશીની લાગણી જોવા મળી છે. ખેડબ્રહ્મા તેમજ રંધિવાડા માં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ થોડા દિવસો પહેલા વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

અમરા પટેલની આગાહી પ્રમાણે આઠ તારીખથી લઈને 10 તારીખ સુધીમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને અત્યારે અંબાલાલ પટેલ ની આગાહી સાચી પડી રહી છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્ય ની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આવનારી 10 ઓગસ્ટ સુધીમાં ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે

રાજ્યની અંદર આવતી ભારે વરસાદ લઈને આવનારા ત્રણ દિવસ સુધીમાં ઘણી જગ્યા ઉપરએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવનારા 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ લઈને મોટી આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ઓગસ્ટ સુધીમાં રાજીની અંદર વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે તેમ જ 10 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર ગીર સોમનાથ અમરેલી ભાવનગર ની અંદર પણ ભારે વરસાદ પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *