આવતી કાલથી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે ભારે વરસાદની આગાહી ગુરુવારે શુક્વારે અને શનિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે તાત્કાલિક જાહેર કર્યું એલર્ટ…

ધીમે ધીમે ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યની અંદર ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવે મને વિભાગ ની આગાહી પ્રમાણે આવનારા ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારો ની અંદર ખૂબ જ ભારે આગાહી કરવામાં આવી હતી તેમજ ભારે વરસાદ પણ વરસી શકે છે. ઘણી જગ્યા ઉપર ખૂબ જ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર આવનારા 24 થી 48 કલાકની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયથી જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અવારનવાર વરસાદ લઈને મોટી આગાહી જાહેર કરી દેવામાં આવે છે. હવામાન વિભાગનું માનીએ તો તારીખ 10 અને 11 ઓગસ્ટ સુધીમાં રાજ્યની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદી માહોલ જોવા મળી શકે છે

આ સાથે જ, 11 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર ની સ્થિતિ પેદા કરે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સાવિત્રી રીતે ભારે વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે. ઘણી જગ્યા ઉપર ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે

રાજીના વિવિધ વિસ્તારોની અંદર આવનારા ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં જુનાગઢ દમણ દાદરા નગર હવેલી વલસાડ ગીર સોમનાથ અને વેરાવળ ની અંદર પણ ભારેથી લઈને અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા વરસાદ લઈને અવારનવાર મોટી આગાહી કરવામાં આવી છે

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તેમજ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ખૂબ જ ધોધમાર વરસાદની પણ મોટી આગાહી કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરની અંદર પણ આવનારા ત્રણ દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

આવતીકાલે એટલે કે 10 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં દમણ દાદરા નગર હવેલી સુરત ડાન્સ વલસાડ નવસારી પોરબંદર દ્વારકા અમરેલી નર્મદા મોરબી ભાવનગર ની અંદર પણ ભારે વરસાદને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ને કારણે ઘણી જગ્યા ઉપર રેડ એલર્ટ તેમજ ઓરેન્જ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે

ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર વેન્ટ્રી કરી છે અને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે, આવનારા કેટલાક સમયની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો ની અંદર સામેલ ધાર વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે. સોમવારે 100થી વધુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે રાજ્યના મોટાભાગના સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને પણ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે આખા ગુજરાતમાં વરસાદ થશે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. 9 અને 10 ઓગસ્ટે અમદાવાદને મેઘરાજા ઘમરોળશે. ત્યાં જ 10 અને 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. ત્યાં જ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે.

24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં ઉપલેટા અને ઉમરગામમાં 4 ઈંચ,જામકંડોરણા અને હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, દાહોદ,બગસરા, બાબરા અને રાણાવાવમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સિઝનનો 76.21 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કચ્છમાં 125 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 87 ટકા વરસાદ પડી ગયો છે. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 62 ટકા અને મધ્ય ગુજરાતમાં 65 ટકા નોંધાયો છે.

ગુજરાતનાં જળાશયોમાં 68.34% જળસંગ્રહરાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 66, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -10 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે. નર્મદા ડેમમાં કુલ 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે. આજે ડેમમાં પાણીની સપાટી 132.27 મીટર છે.

અત્યારે ડેમમાં 3764.70 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે, જે કુલ સંગ્રહશક્તિના 78.81% ટકા છે. હાલ ડેમમાં પાણીની આવક 32,954 ક્યૂસેક છે. એની સામે 45,423 ક્યૂસેક પાણીનો જથ્થો કેનાલમાં વહાવાઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.27 મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *