આવતી કાલથી ગુજરાતમાં ફરી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આજ રાત્રે રાજ્યના આ ભાગમાં ભુક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી આવતી 23 તારીખ પછી તો વરસાદ તોફાને…
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દ. ગુજરાત સહિત વરસાદી માહોલ જામ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતોને સારુ ઉત્પાદન થાય તેવી આશા સેવાઇ છે. જો કે ક્યાંક વરસાદે તો જમાવટ બોલાવી દેતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો ક્યાંક ખેતરો પણ પાણી પાણી થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલની જો વાત કરીએ તો,
140 તાલુકામાં વરસ્યો વરસાદએક દિવસમાં રાજ્યના 140 તાલુકામાં વરસાદ વરસ્યો. પંચમહાલના જાંબુઘોડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ડભોઈ, સંખેડામાં પણ એક થી સવા ઈંચ વરસાદ વરસ્યો. મહુવા, વઘઈ, વાલોદ, મહેસાણામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો. બોડેલી, બારડોલી, ડેડિયાપાડા, ગણદેવીમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો.
હવામાન વિભાગે શું કરી આગાહી તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે. આ સાથે સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની સંભવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, વડોદરામાં પણ વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ગઈકાલે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી કરાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવિરત ભારે વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. કાલે જન્માષ્ટમીના દિવસે પણ આવી રસ સવારથી લઈને સાંજ સુધીમાં રાજ્યના મોટાભાગના શહેરોની અંદર વરસાદ પડ્યો હતો. સુરત અમદાવાદ રાજકોટ બરોડા ખેડા જામનગર પંચમહાલ ડીસા મહેસાણા સાબરકાંઠા હિંમતનગર પોરબંદર ખંભાત જેવા શહેરોની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો
સમગ્ર ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર ફરી એક વખત ધોધમાર વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી પણ કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યની હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના આવનારા ચાર દિવસ સામાન્ય વરસાદ રહેશે પરંતુ 22 ઓગસ્ટ થી રાજ્ય ની અંદર ફરી એક વખત વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે
હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા 22 વસ્તી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ દમણ દાદરા નગર હવેલી ની અંદર પણ અવિરત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગર મોરબી દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર ની અંદર પણ અવિરત ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે
ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્ર બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આવનારા બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાની ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ઘણી બધી જગ્યા ઉપર અવિરત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ ઉપરવાસની અંદર ખૂબ જ વધારે ભારે વરસાદ પડવાને કારણે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર અવિરત ધોધમાર વરસાદને લઈને રાજ્યના મોટાભાગના ડેમની અંદર જળ સપાટીમાં ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે
જ્યારથી 17 તારીખના રોજ નક્ષત્ર બદલાતાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર આવી રહ્યા હતા વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અંતરિયાળ ગામડાની અંદર ખૂબ જ વધારે ભારે વરસાદના કારણે ખેડૂતોની અંદર એક અલગ પ્રકારની ખુશી જોવા મળે છે કારણ કે ખેડૂતોનો પાક હવે નિષ્ફળ જશે નહીં. ખેડૂતો અત્યારે મન મૂકીને વાવણી કરવામાં ધ્યાન આપી રહ્યા છે અને વરસાદ એક બાજુ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.
ઉપરવાસની અંદર ખૂબ વધારે વરસાદ ના કારણે ઘણી જગ્યાઓ પર નદી નાળા ની અંદર ઘોડાપૂર આવ્યું છે. કવિરાજ ધોધમાર વરસાદને કારણે સરદાર સરોવર ડેમની પણ જળ સપાટીની અંદર સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમની અંદર પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે તેના કારણે તાપી નદી પણ બે કાંઠે વહેતી બની છે. નર્મદા નદી માંથી પણ પાણી છોડવામાં આવતા નર્મદા નદી પણ વહેતી થઈ છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.