અંબાલાલ પટેલ કરી મોટી આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3-4 દિવસ સુધી દેશના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ફરી ભારે વરસાદ વ્યક્ત કરવામાં આવી છે. ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે 23મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.આ વર્ષે જુલાઈમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પૂરની સ્થિતિ સર્જી છે અને સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળશે.

દરિયામાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, હવામાન વિભાગે શનિવાર અને રવિવારે ભારે વરસાદની સંભાવનાને પગલે ઉત્તર ગુજરાતમાં કચ્છમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે એટલે કે (23 જુલાઈ 2022) રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

દ્વારકાના દરિયાકાંઠે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે દ્વારકા થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે દ્વારકાનો દરિયો ગાંડો થયો હોય તેમ દેવભૂમિ દ્વારકા દરિયામાં ભારે કરણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હોય તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

જેથી લોકોને દરિયાકાંઠે ન જવા માટેની અપીલ કરી છે. તો બીજી તરફ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટીયા છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓ દરિયા કિનારે આવી પહોંચ્યા હતા. જેના કારણે સહેલાણીઓને દરિયાકાંઠે ન આવવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તે અનુસાર દેવભૂમિ દ્વારકામાં પણ સારો એવો વરસાદ રહેશે તેવું જણાવ્યું છે. વરસાદ વચ્ચે દરિયો ગાંડો થયો હોય તેમ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને લઈને તંત્ર એ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે.

તો વળી દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હોય લોકોને પણ દરિયાકિનારે ન જવા માટેની અપીલ કરાય છે. દેવભૂમિ દ્વારકા ના દરિયામાં ભારે કરણ જોવા મળી રહ્યો છે. તેથી સાવચેતીના ભાગરૂપે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.

હાલ તો વાવાઝોડા આવવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂકાઈ શકે છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

દ્વારકાના દરિયાકાંઠે સહેલાણીઓને ન જવા માટેની અપીલ કરવામાં આવી છે. ઊંચા મોજા ઉછળતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવા થી લઈને મધ્યમ વરસાદની આગાહી જાહેર કરી દીધી છે ખાસ કરીને આજથી જ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી જાહેર કરવામાં આવી છે.

છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદનું ચોર ઘટી ગયું હતું અને વાતાવરણમાં બફાર અને ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું જ્યારે ફરી એક વખત વરસાદની સિસ્ટમ સક્રિય થતા વરસાદનું વાતાવરણ બંધાઈ રહ્યું છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમે જણાવી દઈએ તો અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો તો જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો આ સિઝનનો ટોટલ 70% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને જુલાઈ મહિનામાં એટલો વરસાદ પડ્યો વખત છેલ્લા ૫૦ વર્ષનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે હાલ અત્યારે ડેમની સપાટીઓ પણ હાઈએલેટ ઉપર મૂકવામાં આવી છે જો સરદાર સરોવર ડેમની વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમમાં અત્યારે 131 મીટર સુધી પહોંચી ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *