ઓગસ્ટ મહિના ગુજરાતમાં આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી પાંચ દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ અંબાલાલ પટેલ કરી મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં ગુજરાતમાં કેવો રહેશે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી. ત્યારે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માટે જુલાઈ મહિનામાં ભારે પડ્યો હતો. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેણા કારણે 70 ટકા સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તે પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે. જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 41 ટકા વધુ નોંધાયો છે.

રાજ્યમાં જુલાઇ મહિનામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે. 50 વર્ષમાં પ્રથમ વખત આ વખતે જુલાઇ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57 ટકા વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યરે રાજ્યના 31 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. અત્યાર સુધી દાહોદના લીમખેડામાં સૌથી ઓછો 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઓણસાલ અમરેલી જિલ્લામા મેઘરાજાની મહેરબાની સારી જોવા મળી રહી છે. પરંતુ જયાં સૌથી વધુ વરસાદ પડે છે તે રાજુલા જાફરાબાદ તાલુકામા વરસાદ ખુબ ઓછો છે. જેના કારણે આ બંને તાલુકાના 21 ગામોમા પાક બળી જવાની ભીતિ ઉભી થઇ છે. અહીના ખેડૂતો મેઘરાજા મહેરબાની કરે તેવી આશાભરી મીટ આકાશ તરફ માંડી બેઠા છે.

વડીયા, ખાંભા, સાવરકુંડલા સહિતના તાલુકામા અત્યાર સુધી મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. બલકે જુલાઇના અંત સુધીમા અહી સરેરાશથી વધુ વરસાદ પડી ગયો છે. પરંતુ દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ તાલુકામા સ્થિતિ ઉલટી છે. આમ તો અહી દર ચોમાસામા સૌથી વધુ વરસાદ પડે છે. પરંતુ ઓણસાલ જિલ્લામા સૌથી ઓછો વરસાદ આ બંને તાલુકામા થયો છે. જેની વિપરીત અસર અહી ખેતીવાડીમા જોવા મળી રહી છે.

જાફરાબાદના લોઠપુર, લુણસાપુર, કાગવદર, ફાચરીયા, બાલાની વાવ તથા રાજુલાના આગરીયા, વાવેરા, સાજણવાવ, મોભીયાણા વિગેરે ગામના ખેડૂતોએ ચોમાસાના આરંભ પહેલા જ કોરા ખેતરમા મહદઅંશે કપાસનુ વાવેતર કરી દીધુ હતુ. અહીના ખેડૂતોને ધરતીને તરબતર કરે તેવા વરસાદની આશા હતી પરંતુ આ વાવેતર પર અત્યાર સુધી માત્ર છુટોછવાયો વરસાદ પડયો છે.

જેના કારણે આ બંને તાલુકાના 21 ગામોમા હાલમા પાકની સ્થિતિ સારી નથી. તેમા પણ છેલ્લા બે દિવસથી આકરો તાપ પડી રહ્યો હોય જમીનનો ભેજ ઝડપથી સુકાઇ રહ્યો છે. અહીના ખેડૂતો કહી રહ્યાં છે કે જો એકાદ સપ્તાહમા વરસાદ નહી થાય તો પાક બળી જશે. બીજી તરફ જિલ્લાના અન્ય મોટાભાગના વિસ્તારોમા આગામી એકાદ પખવાડીયા સુધી વરસાદ ન આવે તો પાકને વાંધો નહી આવે.

જાફરાબાદ તાલુકામાં માત્ર 31 ટકા વરસાદઅમરેલી જિલ્લામા સૌથી ઓછો વરસાદ જાફરાબાદ તાલુકામા માત્ર 31.54 ટકા થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની સરેરાશ જોઇએ તો દર વર્ષે 707મીમી વરસાદ પડે છે. પરંતુ અત્યાર સુધીમા માત્ર 223 મીમી વરસાદ થયો છે.

ક્યા- ક્યા ગામમાં વિકટ સ્થિતિ ?જાફરાબાદના હેમાળ, નાગેશ્રી, માણસા, લોઠપુર, લુણસાપુર, કાગવદર, ટીંબી, લોર, ફાચરીયા, બાલાની વાવ વિગેરે ગામ તથા રાજુલાના નાના મોટા આગરીયા, વાવેરા, સાજણવાવ, મોભીયાણા, મોરંગી, બાલાપુર, મછુંદ્રા, નવાગામ, છાપરી, ડોળીયા વિગેરે ગામમા પાક પર ખતરો છે.

ખાલામાં વણ રોપી પાક બચાવવા પ્રયાસઆ વિસ્તારના ખેડૂતો કપાસમા જયાં જયાં ખાલા પડી ગયા છે ત્યાં નવેસરથી વણ રોપી પાક લેવા મથી રહ્યાં છે. રાતના સમયે કપાસનુ બિયારણ માટી અને પાણીમા ભેળવી બીજા દિવસે આ બિયા ખેતરમા સોપવામા આવે છે. જેથી બિયારણ સરળતાથી ઉગી નીકળે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *