અંબાલાલ પટેલ મોટી આગાહી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા, ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં આ તારીખથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી
હવામાન વિભાગ મુજબ આગામી મંગળવારના પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. 16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે 17 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે 7 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી કરી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. બનાસ નદી પાણીમાં વધારો થતાં અમીરગઢ મામલતદારે ટીડીઓ સહિત પી.એસ.આઇ દ્વારા નદી કાંઠાના ગામોના સરપંચોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. નદી કાંઠાના ગામોને નદીના પટમાં ન ઉતારવા મામલતદાર દ્રારા સૂચના આપવામાં આવી છે. જોકે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસનદીમાં પાણી વધે તેવી શક્યતા છે. બનાસ નદીમાં પાણી વધવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે.
તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઇ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની સપાટી વધી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે આવ્યા નવા નીર આવક થઇ છે. છેલ્લા 11 દિવસમાં ડેમની જળ સપાટીમાં 10 ફુટ અને 23 ટકાનો વધારો નોંધાયો છે. પ્રતિ સેકન્ડ 63056 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે પાણીની હાલની સપાટી 611.80 ફૂટ છે તો પાણીનો કુલ જથ્થો 64.23 ટકા છે. વરસાદને પગલે હજુ વધુ આવક થવાની શક્યતા છે.
રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135.29 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 3 મીટર દૂર છે.
ત્યારે નર્મદામાં છોડવામાં આવતા પાણીને લઇને વડોદરા જિલ્લાના તાલુકાના ગામોને અસર થશે. ડભોઇ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ચાંદોદ ખાતે પસાર નર્મદા નદી ભયજનક સપાટીએ પહોંચી છે.
સુરતના પુણા કુંભારીયાગામમાં અને લીંબાયતની મીઠી ખાડી નજીક આવેલા મકાનોમાં પાણીફરી વળ્યાં છે. ત્યારે કુંભારીયા ગામ તો આખું બેટમાં ફેરવાઈ ગયું છે.જેને પગલે સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદની અસર સુરતમાં જોવા મળી રહી છે. એક તરફ સુરતમાં પણ મેઘરાજાની મહેરબાન થયા છે ત્યારે ઉકાઈડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવતા સુરતની ખાડીઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે.
ત્યારે સુરતના લીંબાયત વિસ્તારની મીઠી ખાડીમાં પણ પાણીની સપાટી વધતા મીઠી ખાડી ની બાજુમાં આવેલ મકાનોમાં વરસાદી અને ખાડીઓના પાણી ફરી વળ્યાં છે. જેને પગલે લોકોને હાલાકી નો સામનો કરવાની નોબત પડી છે. એટલું નહિ પણ પુણા વિસ્તારમાં આવેલ કુંભારીયા ગામમાં પણ વરસાદી અને ખાડીઓનું પુર આવતા ગામ બેટમાં ફેરવાયું છે.
અને ગામ સંપર્ક વિહોણું થતા ગામજનો હાલાકીનો સમાનો કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ખાડીનું પુર ગામડા ઓમાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ પણ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે.
ઉકાઈ ડેમની વાત કરીએ તો બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 335.35 ફૂટ નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 1,77,145 ક્યુસેક જયારે પાણીની જાવક 1,45,460 ક્યુસેક નોંધાઈ છે. સુરતના રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો કોઝવે પણ છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી બંધ છે.
કોઝવેની હાલની સપાટી 8.83 મીટર નોંધાઈ છે. ઉકાઇમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી પણ બંને કાંઠે વહી રહી છે. જેને લઈને હાલ સુરત મહાનગરપાલીકાનું તંત્ર સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈથી મોનીટરીંગ કરી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.