અંબાલાલ પટેલની નવી ભયાનક આગાહી ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધીમાં આ વિસ્તારોમાં આભ ફાટશે આ જિલ્લામાં આપ્યું રેડ એલેટ

ગુજરાતમાં આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે, 8 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારે, સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બેથી ત્રણ સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની આગાહીગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગામી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં વેરી વરસાદ: અમરેલી,ભાવનગર અને રાજકોટમાં અવિરત વરસાદથી ખેડૂતોની કફોડી સ્થિતીઅંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.

વરસાદ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે 5 ઓગસ્ટ પછી અમદાવાદનું જોર વધવાની સંભાવના છે, તેમણે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને પૂર્વના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, ખેડૂતોએ વરસાદ પહેલા કેટલીક તૈયારીઓ કરી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીઆજે 24 કલાકમાં દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેણા ભાગરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. 8 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં રહેશે.

જ્યારે 9 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ રાજસ્થાનમાં અપરએર સર્કુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સર્જાવવાને કારણે વરસાદ રહેશે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટે મચ્છીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે

. બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

વડોદરામાં મેઘરાજીની ફરી એન્ટ્રીવડોદરામાં લાંબા વિરામ બાદ મેઘરાજીની ફરી એન્ટ્રી થઈ છે. આજે સાંજના સમયે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો છે. સયાજીગંજ, ફતેગજ, નિઝામપુરા, અકોટામાં વરસાદ પડ્યો છે. આ સિવાય દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

અંબાજીમાં ધોધમાર વરસાદઆજે (શુક્રવાર) સમીસાંજે યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને અનેક પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.

ગીર સોમનાથના ઉનામાં ધોધમારગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે કેવી સ્કૂલ પાસે પાણી ભરાયા હોવાના સમાચાર મળ્યા હતા.

કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદસુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. ધ્રાંગધ્રા. લીંબડી, ચુડા સહિતના તાલુકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે, ભારે વરસાદથી ધ્રાગંધ્રાની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ધ્રાંગધ્રાનાં મુખ્ય બજારો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ધ્રાંગધ્રા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાથી વેપારીવર્ગ અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.

બોટાદમાં બે કલાકમાં ત્રણ ઈચ વરસાદબોટાદમાં બે કલાકમાં ત્રણ ઈચ વરસાદ નોંધાયો હતો. અને ગઢડામાં બે ઈચ વરસાદ નોંધાયો. સાથે જ રાણપુર અને બરવાળામાં 1 ઈચ વરસાદ પડયો છે. સિઝનનો સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છે. તો રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ​​​બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા​​​​​​​ બેરીકેટ લગાવી અંડરબ્રીજ ​​​​​​બંધ કરી દેવામાં આવ્યો. ગઢડાના ખાટકીવાસ નજીક કુંભારશેરીમાં રહેણાંકી મકાનની દીવાલ ધરાસાઈ થતા ઘરવખરીના સામાનને​​​​​​​ નુકશાન થયું ​​​​​​​હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

અમરેલી જિલ્લામાં બીજા રાઉન્ડની શરૂઆતઅમરેલી જિલ્લામાં ગઈકાલથી વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ. ગઈકાલે જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા. આજે સતત બીજા દિવસે મેઘમહેર થઈ. જિલ્લાના બાબરા-લાઠી પંથકમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

સાંજણાવાવ ગામની નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે અહીં પાણી પાણી થયું છે. ડુંગર, મોરંગી, ડોળીયા, કુંભારીયા આસપાસના મોટાભાગના ગામડામાં વરસાદ વરસી રહ્યો છે. આમ પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. દાતરડી, પીપાવાવ, વિકટર સહિત વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *