અંબાલાલ પટેલ ની મોટી આગાહી ગુજરાતના આ ભાગો માટે ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજિલ્લા માં 24કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવા લાગ્યા છે. આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જમાવ્યા પ્રમાણે 6 તારીખ પછી વરસાદનું જોર વધશે.

લાંબા દિવસના વિરામ બાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અસહ્ય ગરમી બાદ કપરાડામાં વરસાદ પડ્યો છે. કપરાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

સોનગઢ અને વ્યારા તાલુકામાં મોટાપાયે નુકશાનતાપી જિલ્લામાં જુલાઈ માસ દરમ્યાન પડેલા ધોધમાર વરસાદને લઈ જિલ્લામાં ખેતીમાં નુકશાન થવા પામ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવતા 614 હેકટર જમીનમાં નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં જુલાઈ માસમાં પડેલા વરસાદને લઈ ખેડૂતોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

જેમાં જિલ્લામાં અલગ અલગ 15 ટીમ બનાવી સર્વે શરૂ કરાયો હતો. જે પૂર્ણ થતાં 614 હેકટર જમીનમાં અલગ અલગ પાકોમાં નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે, જેમાં ખાસ ડોલવણ, સોનગઢ અને વ્યારા તાલુકામાં મોટાપાયે નુકશાન થયું છે. હાલ ખેતીવાડી વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સહાય આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો ચિંતામાબોટાદ જિલ્લામાં સરેરાશ ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો ચિંતામાં છે. ચોમાસાની શરૂવાત સાથે સારો વરસાદ પડતાં વાવણી લાયક વરસાદને લઈ ખેડૂતો સમયસર વાવણી કર્યા બાદ પાકની જરૂરિયાત મુજબ વરસાદ ન હોય ખેડૂત ચિંતામાં જોવા મળ્યા છે. કારણ કે જો 8 કે 10 દિવસમાં વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ છે.

ત્યારે હાલ સરકાર દ્રારા નર્મદામાં પૂરતું પાણી હોય સરકાર દ્રારા કેનાલ મારફત સૌની યોજના અંતર્ગત જો આ ખાલી ડેમો ભરી આપે તો ખેડૂતોના આ પાકને બચાવી શકાય તેમ છે, નહિતર એક વિધે 25 થી 30 હજાર રૂપિયાનું નુકશાન ખેડૂતોને ભોગવવું પડશે તે વાતથી ખેડૂત હાલ ચિંતામાં છે.

સુરત શહેરમાં અઠવાડિયાથી વરસાદના વિરામ વચ્ચે લિંબાયત વિસ્તારમાં સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અન્ય વિસ્તારો કોરાકટ રહેવા પામ્યા હતા. આગામી દિવસોમાં આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આવતીકાલથી વરસાદી માહોલ વચ્ચે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 32.3 ડિગ્રીથી 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.1 ડિગ્રીથી 26.5 ડિગ્રી વચ્ચે રહેશે. પવનની ઝડપ સરેરાશ 12થી 16 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 73 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 9 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

બીજી તરફ ઉપરવાસમાં વરસાદનો વિરામ છે. ઉકાઇ ડેમની સપાટી 3334.67 ફૂટ નોંધાઇ છે. ડેમમાં ઇનફલો 37986 અને આઉટફલો 23476 ક્યુસેક છે. જ્યારે રૂલ લેવલ 333 ફૂટ છે. વિયર કમ કોઝવેની સપાટી 6.88 મીટર છે. નોંધનીય છે કે, આજે સવારે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *