20તારીખે 21તારીખે અમરેલી સુરત અને અમાવાદમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ બે જિલ્લા માં આવતા 2દિવસ ભારે વરસાદના કારણે આપ્યું રેડ એલેટ અંબાલાલ પટેલ મોટી આગાહી

ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 ઑગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.

વરસાદ હજુ ગયો નથી- અંબાલાલ પટેલહવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે તેમ જણાવ્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમા ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહીરાજ્યમાં 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે આવતીકાલ 19 તારીખથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરેનર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 5,93,749 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરે પહોંચી છે. વધુ માત્રામાં પાણી ની અવાકને પગલે નર્મદા ડેમના 23 ગેટ 3.25 મીટર સુધી ખોલીને નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. સાથે રિવરબેડ પાવર હાઉસ 44,462 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા નદીમાં 5,44,462 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

છેલ્લાં આઠ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયોરાજ્યનાં જળાશયોમાં હાલમાં ૭૪.૬ર ટકા પાણીનો જથ્થો છે. રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. અત્યાર સુધી ‌સિઝનનો ૮પ.પ૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧ર.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો.

અત્યાર સુધી રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૩૭, દક્ષિણ ગુજરાતમાં ૯પ, સૌરાષ્ટ્રમાં ૭૮, ઉત્તર ગુજરાતમાં ૭૬ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યનાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલાં ૭૦ જળાશય હાલ હાઈ એલર્ટ પર છે. જ્યારે ૯૦ ટકા સુધી ભરાયેલાં ૧૪ જળાશય એલર્ટ પર છે. ૮૦ ટકા સુધી ભરાયેલાં ૧પ જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૦૭ જળાશયોમાં ૭૦ ટકા જેટલું પાણી છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેને લઇને નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વિવિધ ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. તો બીજી તરફ નદીઓ બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલાયા છે. મેઘરાજા મહેરબાન થતા વાસણા બેરેજ ખાતે 8 હજાર 358 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. તો આવક સામે વાસણા બેરેજમાંથી 21 હજાર 630 ક્યુસેક પાણી છોડાયું છે. વાસણા બેરેજની હાલની જળ સપાટી 127 ફૂટ નોંધાઇ છે. ધરોઈ ડેમ અને નર્મદાનું પાણી સાબરમતીમાં આવતા બેરેજના દરવાજા ખોલાયા છે.

સાબરમતી નદીમાં પાણીની આવકઅમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. ધરોઈ ડેમ અને નર્મદાનું પાણી સાબરમતીમાં આવતા બેરેજના દરવાજા ખોલાયા છે. મહત્વનું છે કે ધરોઇ ડેમમાંથી 66,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું.

રિવરફ્રન્ટ વૉક વે કરાયો બંધગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે ડેમનું પાણી નદીમાં છોડાતા કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે. તેવી જ રીતે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે અમદાવાદ રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે.નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી વોક વે બંધ રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *