અમદાવાદમાં દીકરીઓ જાય તો જાય ક્યાં 13 વર્ષની કિશોરી ઘરમાંથી બહાર નીકળતા જ પાડોશી લઇ ગયો હોટેલ માં માણ્યું શરીર સુખ પછી ખેલાયો ખેલ
વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે
અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની કિશોરી સાથે ઘટના બની છે. ઘરમાંથી બહાર નિકળેલી સગીરાને પાડોશીએ ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ ગુજાર્યું. જોકે આ ઘટના અંગે પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેનાં કારણે તેને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીની પોતાનાં ઘરમાં બોલાવી હતી અને તેની પર ગુજાર્યું હતું.
કિશોરી પર આરોપીએ બળજબરી કરીઆચરતા તે ડરી ગઈ હતી અને ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. કિશોરીનાં પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી જેલહવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમા આરોપી છુટક મજૂરી કરતો હોવાનું ખુલ્યું છે. તેવામાં પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
અમદાવાદમાં ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અતિ સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરી અને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી ખેલ શરૂ કર્યો. ઘરમાં સંતાઈને બેઠેલા બે શખ્સોએ વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખની માંગ કરી.
આ અંગે વિગતે વાત કરીએ તો, ચાંદખેડા પોલીસે કવિતા નાયક નામની યુવતી અટકાયત કરી છે તેની સાથે આ ખેલમાં સાથ આપનાર રમેશ સુથારની પણ અટકાયત કરી છે. આ બંને જણાએ પોતાના એક સાગરીત સાથે મળીને વેપારીને જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતાં વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી.
12 દિવસ પહેલા કવિતાએ વેપારીને મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા. વેપારી ઘરે ગયો હતો. જે બાદ 28મી જુલાઈએ કવિતાએ ફરી વેપારીને મેસેજ કરીને પતિ સુરત શહેર જતા રહ્યા છે તેવું કહીને ઘરે બોલાવ્યા હતા. 29મી જુલાઈએ વેપારી યુવતીના ઘરે ગયા હતા ત્યારે યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે તે સમયે અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
જે દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલ વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી .બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન જુટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં તો તને કેસમાં ફસાવી દઈશું, તેવી ધમકી આપી હતી. વેપારીએ અત્યારે પાંચ લાખ રૂપિયા નથી તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા બાદમાં બીજા વ્યક્તિએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી અને જેથી વેપારીએ પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પછી વેપારીને નીકળી ગયા હતા.
પહેલી ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ ઉપર વેપારીને એક મેસેજ આવ્યો હતો જેમાં તું ડર મત તેરા પ્રૂફ મેરે પાસ સેવ હે મેં વકીલ હું તું બાર બાર ક્યુ રહા હૈ, તેવું જણાવીને ફરિવાર પૈસાની માંગ કરવામાં આવી હતી, જેથી વેપારીએ તે નંબર બ્લોક કરી નાખ્યો હતો..બાદમાં બંને આરોપીઓ ફરિવાર પૈસાની માંગ કરે તેવો ડરનાં આધારે તેઓએ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે કવિતા નાયક નામની યુવતી અને રમેશ સુથારની ધરપકડ કરી આ ગુનામાં સામેલ ભાવેશ નામના આરોપીને પકડવા તજવીજ તેજ કરી છે.
સાથે આ ટોળકીએ આ રીતે અન્ય કોઈ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઝડપાયેલી યુવતીની પ્રાથમિક તપાસમાં તેનો પતિ સેસન્સ કોર્ટમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ વેપારીએ જે ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા તે કવિતાના પતિના ખાતામાં જ ટ્રાન્સફર થયા હોય ત્યારે તે આ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે કેવા ખુલાસાઓ સામે આવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.