અમદાવાદમાં એક્સ-બોયફ્રેન્ડે બર્થ ડે પર ફ્રેન્ડ લઈ ગયો વડોદરા અને કાફેમાં ફ્રેન્ડ અને તેના મિત્રે સગીરા સાથે માણ્યું શરીર સુખ પ્રાઈવેટ ફોટા અપલોડ કરતા કોલેજિયન યુવતીની કેવી હાલત થઈ
તમે કોલેજિયન યુવતી હોવ અને પ્રેમ સંબંધમાં હમણાં જ તિરાડ પડી હોય તો સાવધાન રહેવું જરૂરી છે. તમારો એક્સ-બોયફ્રેન્ડ તમારી અંગત પળોના ફોટા કોઈ સોશિયલ મીડિયા પર અપલોડ ન કરે તેની કાળજી રાખો. બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રાઈવેટ પિક્ચર અપલોડ કરીને યુવતીઓને પરેશાન કરવામાં આવી હોય તેવા કિસ્સામાં વધારો થયો છે.
અમદાવાદમાં કોલેજના બીજા વર્ષમાં ભણતી 19 વર્ષીય યુવતી સાથે આવી જ ઘટના બની છે. યુવતી આ માનસિક આઘાત સહન ન કરી શકી અને તેણે 8 જુલાઈએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નારોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. એ. ગોહિલે કહ્યું કે એફઆઈઆરના આધારે 24 વર્ષીય યુવાનને પકડીને કોવિડ19 ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
એફઆઇઆરમાં જણાવાયા પ્રમાણે છેલ્લા એક વર્ષથી યુવતી આ અનુભવમાંથી પસાર થઈ રહી હતી. યુવતીના પિતા એક ફેક્ટરી ચલાવે છે. શાળામાં ભણ્યા પછી તેણે પ્રતિષ્ઠિત કોલેજમાં અભ્યાસ કરવાના સ્વપ્ન જોયા હતા.
પોલીસે કહ્યું કે સેકન્ડ વર્ષ દરમિયાન યુવતી એક યુવકના સંપર્કમાં આવી. તેઓ નિયમિત ફોન કોલ અને ચેટ કરવા લાગ્યા. તેઓ જ્યારે મળતા ત્યારે યુવાન તેમની બંનેની તસવીરો પાડતો હતો.
ત્યાર પછી સંબંધોમાં તિરાડ પડી અને તેમણે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. જૂન 2020માં છોકરીના પિતાને પોતાના ફેસબૂક એકાઉન્ટ પર તેમની દીકરીના બનાવટી ફેસબૂક એકાઉન્ટ પરથી મેસેજ મળ્યો. તેમાં તેના પ્રાઈવેટ ફોટા અપલોડ કરાયેલા હતા. પિતાએ જ્યારે પુત્રીને આ વિશે પૂછ્યું ત્યારે તેણે પોતાના જૂના સંબંધો વિશે ખુલાસો કરવો પડ્યો હતો.
ત્યાર પછી છોકરી અને તેના પિતા યુવાનને મળ્યા અને ફોટા દૂર કરવા માટે વિનંતી કરી. યુવાન સહમત થયો અને તેની તસવીરો દૂર કરી હતી. પરંતુ જૂન 2021માં છોકરી માટે ફરી સમસ્યા શરૂ થઈ. તેના નામે બીજું એક એકાઉન્ટ રચવામાં આવ્યું અને તેના પરથી યુવતીના પિતાને ફરીથી કેટલીક અંગત તસવીરો મોકલવામાં આવી હતી. ત્યારે યુવતીને સમજાયું કે તે ફસાઈ ગઈ છે અને તેણે સાઈબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી.
પંચમહાલમાં હાલોલની સગીરાને તેની બર્થ ડે પર વડોદરા લઈ જઈ પરાણે શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગીરાના મિત્રએ વડોદરા લઇ જઈ મિત્ર સાથે મળી દુષ્કર્મ કર્યું હતું. ગત નવેમ્બર મહિના દરમિયાનની ઘટના હોવાનું સામે આવ્યું છે અને વડોદરાના એક કાફેમાં લઇ જઈ ગુજાર્યું હતું. બંને યુવકોએ નશો કરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી હાલોલ પોલીસે બે યુવકો સામે પોકશો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલોલની 16 વર્ષીય સગીરા બર્થ ડે સેલિબ્રેશન માટે વડોદરાના સમા સ્થિત પિત્ઝા રેસ્ટોન્ટમાં મિત્રો સાથે આવી હતી અને અહીં પિત્ઝા સાથે કેફી પીણું પીવડાવ્યા બાદ રેસ્ટોરન્ટ ચલાવતા યુવકે હરણી પાસેની હોટલમાં લઈ જઈ કિશોરી સાથે કર્યું હતું. એટલું જ નહીં, હાલોલના યુવકે કારમાં પરત જતી વખતે દાવડા પાસે કારમાં જ ગુજાર્યું હતું. સગીરાની ફરિયાદને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.
ગત 17 નવેમ્બરે બર્થડે સેલિબ્રેટ કરવા કારમાં વડોદરાના સમા સ્થિત પિત્ઝા રેસ્ટોરન્ડમાં સગીરા સહિત 6 યુવક-યુવતી આવ્યા હતા. પિત્ઝા સ્ટોરના સંચાલક સાથે એક મિત્રે તમામની ઓળખાણ કરાવી હતી અને તમામે પિત્ઝા સાથે પીણું પીધું હતું. સગીરા અને સાથે અન્ય મિત્રો કારમાં હરણી પાસે આવેલી હોટલમાં ગયાં હતાં.
સગીરાને બે મિત્રો પરાણે રૂમમાં ળઈ ગયા હતા. જેમાંથી એકે પરાણે સગીરા સાથે શરીરસુખ માણ્યું હતું. તેમજ કોઈને કહેશે તો મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી તેઓ મોડી રાત્રે કારમાં હાલોલ આવ્યા હતા. દરમિયાન સગીરાને ઘરે મૂકવા જતી વખતે અન્ય એકે પરાણે કારમાં જ શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી તેને ઘરે મૂકીને જતો રહ્યો હતો.
આ પછી ગત 19 ડિસેમ્બરે એક નરાધમે સગીરાને ફોન કરી મળવા વડોદરા બોલાવી હતી અને નહીં આવે તો સ્ક્રિનશોટ વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી સગીરા વડોદરા જતાં તેને નરાધમ એક રૂમ પર લઈ ગયો હતો અને અહીં બે દિવસ સુધી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ ત્રીજા દિવસે તેને ગોલ્ડન ચોકડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘરે પહોંચેલી સગીરાની પરિવારે પૂછપરછ કરતાં સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. આ પછી સગીરાએ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કરતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.