અમદાવાદમાં આ શિવજીનો મહિમા નહીં તો બીજું શું છે 4 વર્ષની છોકરીને 2.40 મિનિટમાં મોઢે શિવતાંડવ ગાતા? મળો હેનિશાને જેના નામે છે ‘ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ જોવો વીડિયો

અમદાવાદની ચાર વર્ષની હેનિશાની ઉંમર હજુ તો રમવાની છે, પરંતુ આ ઉંમરમાં તેણે મોટી સિદ્ધિ મેળવી છે. હેનિશાએ ટૂંક સમયમાં ઝડપથી શિવતાંડવ સ્ત્રોત ગાઈને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. માત્ર બે મિનિટ અને 40 સેકન્ડમાં શિવતાંડવ પૂર્ણ કરવા બદલ તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

અગાઉ આ રેકોર્ડ 4 મિનિટના સમયમાં પૂર્ણ કરવાનો હતો. ઝડપથી અને ટૂંકા સમયમાં શિવતાંડવ સ્ત્રોત પૂર્ણ કરવા બદલ તેને સર્ટિફિકેટ અને મેડલ થકી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. હેનિશાની આ સિદ્ધિથી પરિવાર અને તેની સ્કૂલ ગર્વ અનુભવી રહ્યાં છે.

અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં રહેતા વૈદ્ય પરિવારની હેનિશા નામની દીકરીની ઉંમર ભલે સાડાચાર વર્ષ હોય, પરંતુ તેનું કામ મોટું છે. સંસ્કૃતના શ્લોક અને મંત્રો યાદ રાખવા ભલભલા માટે મુશ્કેલ છે. માત્ર એટલું જ નહીં, તેના સાચા ઉચ્ચાર કરવા પણ અઘરું કામ હોય છે. ત્યારે આ દીકરી આટલી નાની ઉંમરે સડસડાટ શિવતાંડવ સ્ત્રોત સહિત વિવિધ પ્રકારના મંત્રો અને શ્લોક બોલી શકે છે.

સવારમાં પિતા સાથે કરે છે પૂજા-પાઠઃ પિતાહેનિશાના પિતા ચિન્મય વૈદ્યએ જણાવ્યું હતું કે ‘તેમના ઘરે રોજ સવારે શિવકથાનું શ્રવણ થાય છે. ટીવીમાં શિવકથા ઉપરાંત શિવતાંડવ સ્ત્રોત અને વિવિધ મંત્રો શ્લોકો ચાલતા હોય ત્યારે તે જુએ છે અને સાંભળે છે, જેના પરથી તે આ શ્લોક અને મંત્રો શીખી છે. ઉપરાંત તેઓ સવારના સમયે પૂજા કરે છે, ત્યારે તેમની સાથે તે બેસી જાય છે અને તે પણ ભગવાનની પૂજા કરે છે. પૂજામાં મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર પણ બોલે છે.

દરરોજ દીકરીને મંત્રો બોલવાની પ્રેક્ટિસ કરાવતીઃ માતાહેનિશાના માતા શ્રદ્ધા વૈદ્યે જણાવ્યું હતું કે દરરોજ દીકરીને વિવિધ પ્રકારના મંત્રો બોલવાની પ્રેક્ટિસ કરાવતી હતી. અગાઉ ટૂંકા સમયમાં શિવતાંડવ સ્ત્રોત ગાવાનો રેકોર્ડ ચાર મિનિટનો હતો, પરંતુ મારી દીકરી એ સમય કરતાં પણ ઓછા સમયમાં બોલી શકતી હતી, જેથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કર્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *