અમદાવાદમાં પરિણીતાનો હૃદય ભાંગી નાંખે તેવો કિસ્સો સાસરિયાંએ આઠ મહિના પહેલાં કાઢી મૂકી હતી દહેજના વિષચક્રે વધુ એક મહિલાનો ભોગ લેવાયો..ખાસ વાંચો
ઇસ્કોન બ્રિજ પરથી એક પરણિતાએ ઝંપલાવી આપઘાત કર્યો છે. ઘણા મહિના સુધી પરણિતાની સારવાર ચાલી હતી, પરંતુ તેમ છતાં સાસરિયાઓ ફરકયા પણ નહોતા. હવે આ જ ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તેઓને શોધી રહી છે.
અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસે વધુ એક પરિણીતાનો જીવ લીધો છે. શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક પરણિતાએ ઝંપલાવી આપઘાત કર્યો છે. ઘણા મહિના સુધી પરણિતાની સારવાર ચાલી હતી, પરંતુ તેમ છતાં સાસરિયાઓ ફરકયા પણ નહોતા. હવે આ જ ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તેઓને શોધી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ક્રિષ્ના નામની યુવતીએ વર્ષ 2020માં જ અમિત ઉર્ફે આકાશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર માસ બાદથી જ સાસુ- સસરા, નણંદ અને ફોઈજી સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું. અવાર નવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા માટે સાસરિયાઓ દબાણ કરીને ત્રાસ આપતા હતા
સાસરિયાઓએ ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઈ હતી અને નોકરી ચાલુ કરી હતી. બસ 18 જાન્યુઆરીએ પણ ક્રિષ્ના નોકરીએ ગઈ. ત્યાં હાફ ડે લઈને તે મિત્રના લગ્નમાં જવાની હતી પણ તે પહેલા જ તેણે ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.
યુવતીને સારવાર અર્થે ખસેડી ત્યારે તેણે તેના ભાઈને કહ્યું કે, હું ઘણા સમયથી રિસામણે છું, સાસુ સસરા ફોઈજી સાસુ પતિથી અલગ કરવા ત્રાસ આપે છે. પતિ સાથે વાત પણ કરવા દેતા નથી. જેના કારણે હું સતત ટેન્શનમાં રહેતી હતી. જેમાં પતિ અમિતનો કોઈ વાંક નથી. હું કામ પર હોવું ત્યારે પણ સાસુ સસરાનો ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરતી. આ લોકોએ મારું ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું બેચેન રહેવા લાગી છું. મને જીવવાની આશા રહી નથી, જીવવા કરતા મરી જવું વધારે સારું.
આ વાત સાંભળી યુવતીના પિયરજનોએ સાસરિયાઓને ફોન કર્યો તો તેઓએ ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી તેમ કહી ફોન મૂકી દીધો હતો. એટલું જ નહીં, યુવતી હોસ્પિટલમાં હોવા છતાં તેની ખબર કાઢવા પણ આવ્યા નહોતા. આ સારવાર દરમિયાન ક્રિષ્નાનું 12 માર્ચના રોજ અવસાન થયું. જેથી હવે ન્યાયની આશાએ બેઠેલા આ ઠાકોર પરિવારે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી આરોપીઓને પકડવા ટીમો રવાના કરી છે.
દિવસેને દિવસે સાસરિયાઓના ત્રાસની ઘટનાઓ વધી રહી છે. આવી અનેક યુવતીઓએ ત્રાસમાંથી મુક્ત થવા જીવ આપી દીધો. ત્યારે ત્રાસ આપનાર સાસરિયાઓને સમાજમાં શબક શીખવાડવા માટે પોલીસ દાખલારૂપ કડક કાર્યવાહી કરી આ પરિવારને ન્યાય અપાવે તે જ માંગ મૃતક યુવતીના પરિવારજનો કરી રહ્યા છે.
નાની-નાની વાતે ત્રાસ આપતાં સાસરિયાંએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. જો કે સાસુ-સસરાએ ગુજારેલા ત્રાસની વાતો પુત્રવધૂના મગજમાં એટલી હદે ઘૂમ્યા કરતી હતી કે નોકરીથી અડધી રજા લઈને ઘરે જવા નીકળેલી પુત્રવધૂએ ઈસ્કોન બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. લાંબી સારવાર બાદ પુત્રવધૂનું મોત નીપજતાં તેના ભાઈએ સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ વિરુદ્ધ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
ફતેહવાડીમાં રહેતા ફેનિલ ઠાકોરની બહેન ક્રિષ્ના (ઉં.21)ના લગ્ન 2020માં ઘુમામાં રહેતા અમિત ચાવડા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ ક્રિષ્નાને સાસુ સમીબેન, સસરા દશરથભાઈ, નણંદ શ્રદ્ધા અને ફોઈસાસુ જશીબેન નાની અમથી વાતે ઝઘડા કરી હેરાન કરતાં હતાં.
આઠ મહિના પહેલાં સાસરિયાંએ ક્રિષ્નાને કાઢી મૂકતા ફેનિલ તેને ઘરે લઈ આવ્યો હતો, જ્યારે થોડા સમય બાદ ક્રિષ્નાએ ઈસ્કોનના રિલાયન્સ મોલમાં નોકરી શરૂ કરી હતી. પિતા જયેશભાઈ ક્રિષ્નાને નોકરીએ રોજ લેવા-મૂકવા જતા હતા. 18 જાન્યુઆરીએ ક્રિષ્ના એકલી નોકરીએ ગઈ હતી, જ્યારે બપોરે ઈસ્કોન બ્રિજ પરથી ક્રિષ્નાએ પડતું મૂક્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રિષ્નાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઇ હતી. જોકે તબિયત સુધરતાં તેને રજા આપતાં ઘરે લઈ ગયા હતા.
ક્રિષ્નાને ફેનિલે કહ્યું કે, હું ઘણાં સમયથી રીસામણે છું, સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ તેને અને અમિતને અલગ પાડવા માટે ક્રિષ્ના પર માનસિક ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં અમિતને ક્રિષ્ના સાથે વાત કરવાની ના પાડતાં હતાં, જેથી ક્રિષ્ના નોકરીએ જાય ત્યારે તેના મગજમાં સાસુ-સસરાની વાત ઘૂમ્યા કરતી હતી, જેથી તે દિવસે ક્રિષ્નાએ નોકરીએથી અડધી રજા લઈ ઈસ્કોન બ્રિજ પહોંચી અને બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. હોસ્પિટલથી રજા આપ્યા બાદ ફરી વખત તબિયત બગડતા ક્રિષ્નાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ફેનિલે ક્રિષ્નાના સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.