સુરતમાં પ્રેમમાં સંબધોની હદ પાર કરી જનારા યુવાનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો બેડરૂમમાંથી અતરંગ વીડિયો થયો વાયરલ પલભરની મઝા બની સજા વીડિયો થયો વાયલર
અમદાવાદનાં પૂર્વ વિસ્તાર એવા કૃષ્ણનગરમાં પત્નીએ જ પતિની હત્યાને અંજામ આપ્યો છે. ખુબ જ પીવાની ટેવ ધરાવતા પતિનું ગળું દબાવી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો અને હત્યાને ખપાવવા માટે પ્રયાસો કર્યા. જોકે પીએમ રિપોર્ટે હત્યા થઈ હોવાનો ખુલાસો થતા જ હત્યારી પત્નીનો ભાંડો ફૂટી ગયો છે. ત્યારે આ મામલે મૃતક યુવકના ભાઈએ ભાભી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતા સુનિલ દિવાકર નામના યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 22 મી ઓગસ્ટના રોજ સાંજના સમયે ફરિયાદી ઘરે હતા. ત્યારે પત્નીએ જણાવ્યુ હતું કે, અનિલભાઈ દિવાકરના ઘરે કઈંક થયું છે, જલ્દી ચલો. જેથી ફરિયાદી પત્ની સાથે અનિલ દિવાકરના ઘરે ગયા હતા.
જ્યાં અનિલ દિવાકર સીડી પર પડ્યો હતો, જેથી ભાઈને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે ઉઠ્યો નહોતો અને તેના મોઢામાંથી લોહી નીકળતું હોવાથી 108 માં ફોન કર્યો હતો. સારવાર માટે લઈને જતા ડોકટરે અનિલ દિવાકરને મૃત જાહેર કર્યા હતા.
પતિએ આત્મહત્યા કરી હોવાની વાત કરતા તે સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અનિલ દિવાકરની પત્ની મંગલા રડતી હોવાથી ફરિયાદીએ તેને કઈ પૂછ્યું નહોતું. 108 ના તબીબે યુવકને મૃત જાહેર કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યાં અનિલની પત્ની મંગલાને પૂછતા તેણે જણાવ્યું હતું
કે અનિલે ઉપરના રૂમની બારીમાં ચાદર ભરાવી ગળે ફાંસો ખાઈ કરી છે. જેથી ફરિયાદી પોલીસ સાથે ઉપરના રૂમમા જઈને જોતા ત્યાં બારીમાં ચાદર લગાવેલી જોવા મળી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. પરિવારે યુવકની અંતિમવિધી કરી હતી.
નાના ભાઈની અંતિમવિધી પૂરી કર્યા બાદ સુનિલ દિવાકર ઘરે આવતા ચાલીમાં રહેતા સન્ની કશ્યપ તથા મદનસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 22 મી ઓગસ્ટના રોજ રાતના સમયે તેઓ ચાલીના નાકે ઉભા હતા. ત્યારે અનિલ પણ ત્યાં બેઠો હતો.
તે સમયે તેની પત્ની મંગલા ત્યાં બૂમાબૂમ કરતી આવી હતી અને અનિલને લાફા મારી આજ તો તુજે પૂરા કર દૂંગી તેમ કહી ધક્કા મારતી ઘરે લઈ ગઈ હતી. જેથી ફરિયાદીને નાના ભાઈએ આત્મહત્યા કરી હોવાની વાત ખોટી ઉભી કરાઈ હોવાની શંકા જતા પોલીસને જાણ કરવા પહોંચ્યા હતા.
પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનો ખુલાસો પોલીસ મથકે પહોંચતા જ ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે, નાના ભાઈ અનિલનું ગળું દબાવવાથી મોત થયું છે અને તેના શરીરે મૂઢ માર માર્યો હોવાથી ઇજાઓ થઈ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.
જેથી આ મામલે નાના ભાઈની પત્નીએ રાતના સમયે ઝઘડો કરીને ભાઈની કરી હોવાનું ધ્યાને આવતા આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારણ પત્નીની ધરપકડ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.