આજના સોના-ચાંદી ના ભાવમાં થયો આટલો ધટાડો ઓગસ્ટ મહિના આ તારીખે સોનાના ભાવમાં ભારે ઘટાડો સોનુ 22 કેરેટનું ખરીદવું જોઈએ કે 24 કેરેટ જાણો કેટલો ભાવ

આજે ગ્લોબલ માર્કેટમાં આવેલ ગિરાવટને કારણે સોના ચાંદીની કિંમતમાં થોડી નરમી જોવા મળી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. આજે સોનાની કિંમત 52 હજારથી નીચે જોવા મળી ત્યાં સામે વધતી ચાંદીની કિંમત આજે 57 હજારને વટાવી ગઈ હતી. એક સમયે ચાંદીની કિંમત 61 હજારને વટાવી ગઈ હતી પણ તેની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો હવે ફરી થોડો વધારો જોવા મળી રહ્યો છે.

સોનાની કિંમત મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 30 રૂપિયા ઘટીને 51,844 પ્રતિ 10 ગ્રામ થયા હતા. અગાઉ સોનામાં 51,793 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો. સોનાની માંગમાં વધારો થવાને કારણે ટૂંક સમયમાં જ તેની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.06 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની કિંમત સોનાથી ઊંધું આજે સવારે ચાંદી ભાવમાં ચમક જોવા મળી હતી. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત 50 રૂપિયાથી વધીને 57,414 પ્રતિ કિલોગ્રામ થઇ હતી. ચાંદી 57,398 રૂપિયાના સ્તરે ખુલીને વેપાર શરૂ થયો હતો, જે માંગમાં વધારાને કારણે કિંમત 57,400 પર પંહોચી હતી. ચાંદી હાલમાં તેના પાછલા બંધ ભાવથી 0.09 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે.

ગ્લોબલ માર્કેટગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,772.72 પ્રતિ ઔંસ પર પહોંચી હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.14 ટકા ઓછી છે. સોનાની કિંમત ઘટાડા સાથે ચાંદીની હાજર કિંમત પણ $19.88 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.20 ટકા ઓછી છે.

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.

ભારતીયોમાં સોનાનું ખુબ આકર્ષણ હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનના ક્યારેક ને ક્યારેક સોનું ખરીદે છે. સોનુ રોકાણ અથવા લગ્ન, જન્મદિવસ, ભેટ વગેરે માટે ઘરેણાં બનાવવા લઈ શકાય છે પરંતુ જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો ત્યારે દુકાનદાર ચોક્કસપણે પૂછે છે કે સોનું 24 કેરેટ છે કે 22 કેરેટ ખરીદશો? શું તમે જાણો છો કે આ 24 અને 22 કેરેટ શું છે અને આ બંનેમાં શું તફાવત છે?જો તમે જાણો છો કે આ બંને કેરેટનું સોનુ કેવું હોય છે તો તે સારી બાબત છે અને જો તમે જાણતા ન હોય તો અમે તમને તેના વિશે જણાવીશું.

કેરેટનો સીધો સંબંધ શુદ્ધતા સાથે છે. કેરેટ જેટલું ઊંચું તેટલું શુદ્ધ સોનું મનાય છે. તે માત્ર 0 થી 24 સુધીનું રેટિંગ છે. તેથી તમારે સમજવું જોઈએ કે 24 કેરેટ સોનું એ સોનાનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. અને 24 કેરેટ અને 22 કેરેટ વચ્ચેનો તફાવત માત્ર શુદ્ધતાનો છે.

24 કેરેટ સોનું 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે. તમે સામાન્ય રીતે ‘એકદમ શુદ્ધ સોનું’ સાંભળ્યું જ હશે. તેથી એકદમ શુદ્ધ સોનું એટલે કે તેમાં બીજી કોઈ ધાતુ ભળેલી ન હોય. તમારે એ પણ જાણવું જોઈએ કે 24 કેરેટ સોનાથી ઉપરનું કોઈ સોનું નથી. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત દરરોજ બદલાય છે કારણ કે તે સૌથી શુદ્ધ સોનું છે તો તેની કિંમત 22 કેરેટ અને 18 કેરેટ સોના કરતાં વધુ છે. 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે અને તેમાંથી ઘરેણાં બનાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જ બજારમાં મોટાભાગની જ્વેલરી 22 કે તેથી ઓછા કેરેટમાં જ ઉપલબ્ધ છે.

22 કેરેટ સોનું 22 કેરેટ સોનામાં 22 ભાગ સોનું હોય છે અને 2 ભાગ અન્ય કોઈપણ ધાતુઓનું મિશ્રણ હોય છે. અન્ય ધાતુઓની વાત કરીએ તો તેમાં ઝિંક અને કોપર હોઈ શકે છે. 22 કેરેટ સોનું 24 કેરેટ સોના કરતાં કઠણ છે. અને તેનું કારણ તેમાં ભળેલી અન્ય ધાતુઓ છે. 22 કેરેટ સોનું દાગીના માટે સારું માનવામાં આવે છે. 22 કેરેટ સોનાને ‘916 સોનું’ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં 91.62 ટકા શુદ્ધ સોનું હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *