ભાવનગરના ખ્યાતનામ ડોક્ટરને યુવતીને સાથે શારીરિક સુખ માણ્યું સોશિયલ મીડિયા યુઝ કરતી છોકરીઓ આ કિસ્સો જરૂરથી વાંચો, તમારી એક ભૂલ અને…
ભાવનગરમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના એક ડોક્ટર હનીટ્રેપનો સશિકાર બન્યા છે. એક યુવતીએ ભાવનગરના આ ખ્યાતનામ ડોક્ટરને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા.ડોક્ટરને યુવતી સાથે ઓળખાણ ભાવનગરથી થઈ હતી અને પછી આ પ્રકરણ બહારગામમાં આગળ વધ્યું હતું.
આ યુવતી અને ડોક્ટરના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે યુવતીએ ડોક્ટરને હોટેલમાં બોલાવ્યા હતા. ત્યારબાદ હોટેલમાં બંનેએ અંગત પળો માણી હતી, જેનો વિડીયો યુવતીએ ઉતારી લીધો હતો. બાદમાં આ યુવતીએ વિડીયો વાયરલ કરવાના ન બહાને ડોક્ટર પાસે દોઢ કરોડ રૂપિયા માંગ્યા હતા અને ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
આ મામલે ડોક્ટરે યુવતી વિરુદ્ધ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીની અટકાયત કરવામાં આવી છે તેમજ આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજામહેસાણામાં 5 વર્ષની બાળકી પર કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર ઘટના બની હતી. આ ઘટનામાં 40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
વલસાડમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યાવલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ ગામે ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની હત્યા થઇ છે. ઉમરગામના દહાડ ગામે આ વિદ્યાર્થીની ટ્યુશનમાં જઈ રહી હતી એ દરમિયાન ત્રણ યુવકોએ એકલતાનો લાભ લઇ આ કિશોરીને ઘેરી હતી અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. જો કે પોલીસે CCTV અને અન્ય સર્વેલન્સથી પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યકિતઓ સાથે વાતચીત અને મિત્રતા કેળવવાના કેવા ગંભીર પરિણામ આવી શકે તેનો પોરબંદરમાં એક સગીરાને ખરાબ અનુભવ થતા મામલો હાલમાં પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. ત્યારે ચાલો જોઈએ શું થયું છે સગીરી સાથે અને શું છે સમગ્ર મામલો…
મોબાઈલ અને ઈન્ટરનેટનો સદઉપયોગ કરવાના અનેક ફાયદાઓ છે. પરંતુ આજ મોબાઈલ અને આજના કહેવાતા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો કામ વગર માત્ર આંધળી રીતે મોજશોખ માટે ઉપયોગ કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે. આજના ઈન્ટરનેટના યુગમાં વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક લેભાગુ તત્વો તેમના ખરાબ મનસુબાઓને પાર પાડવા માટે પણ ઉપયોગ કરતા હોય છે.
પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના ખીમા લખુ ગોઢાણીયા કે જે પોતે પરણીત છે. તેણે પોરબંદરમાં એક સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં એક મહિના સુધી વાતચીત કર્યા બાદ તેને પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલ માનસરોવર હોટલમાં સગીરાને બોલાવ્યા બાદ સગીરા સાથે આરોપીએ બળજબરીથી બળાત્કાર કરતા સગીરાને આંતરીક ઈજાઓ પહોંચી હોવાથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બળાત્કારની તેમજ પોસ્કોની કલમ લગાવી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે પોરબંદર સિટી ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હકીકતને ધ્યાને લઈ કમલાબાગ પોલીસે આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ કેસમાં હોટલ વિરુદ્ધ પણ કોઈપણ પ્રકારના પુરવા મળશે તો હોટલ વિરુદ્ધ પણ જરુરી કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યુ હતું.
મોબાઈલની દુનિયામાં અને તેમા પણ સોશિયલ મીડિયામાં રચીપચી રહેતી યુવાપેઢી અને તેમના માતા-પિતા માટે પોરબંદરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોતાની હવસ સંતોષવાની લાયમાં નરાધમ આરોપીએ આચરેલ બળાત્કારને કારણે હાલ તો આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીએ કરેલ જધન્ય અપરાધને કારણે જેલ પણ તેની રાહ જોઈ રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.