બોલીવુડ સિંગર રાહુલ જૈન પર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે લગાવ્યો શારીરિક સુખ માણ્યું આરોપ, પીડિતાએ કહ્યું, ઘરે બોલાવીને …જોવો વીડિયો
બોલિવૂડ સિંગર-કમ્પોઝર રાહુલ જૈન વિરુદ્ધ 30 વર્ષની મહિલા ‘કોસ્ચ્યુમ સ્ટાઈલિશ’ પર કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. જોકે, ગાયકે આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને “ખોટા અને પાયાવિહોણા” ગણાવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ FIRને ટાંકીને જણાવ્યું હતું કે ફરિયાદીએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જૈને તેનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો અને તેના કામની પ્રશંસા કરી હતી. આરોપીએ ફરિયાદીને તેના અંધેરીમાં સ્થિત ફ્લેટમાં બોલાવી હતી.
મારઝૂડ કરવાનો અને પુરાવાનો નાશ કરવાનો આરોપઅધિકારીએ જણાવ્યું કે મહિલા 11 ઓગસ્ટના રોજ જૈનના ફ્લેટમાં ગઈ હતી. આરોપી તેને પોતાનો સામાન બતાવવાના બહાને તેના બેડરૂમમાં લઈ ગયો અને પછી તેના પર ગુજાર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ‘કોસ્ચ્યુમ સ્ટાઈલિશ’ તરીકે કામ કરે છે. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે વિરોધ કર્યો તો જૈને તેને માર માર્યો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો.
આ કલમો હેઠળ કેસ નોંધાયો પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376, 323 અને 506 હેઠળ જૈન વિરુદ્ધ FIR નોંધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હજુ સુધી આરોપી પકડાયો નથી.
રાહુલે મહિલાને ઓળખવાનો ઇનકાર કર્યોજ્યારે રાહુલ જૈનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, હું આ મહિલાને ઓળખતો નથી. તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અગાઉ પણ એક મહિલાએ મારા પર આવા જ આરોપ લગાવ્યા હતા, પરંતુ મને ન્યાય મળ્યો. આ મહિલા તેની સાથી બની શકે છે.
નોંધનીય છે કે બોલિવૂડના એક ગીતકાર અને લેખકે રાહુલ જૈન વિરુદ્ધ બળજબરીથી ગર્ભપાત અને છેતરપિંડી સહિતના વિવિધ આરોપોમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં FIR દાખલ કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.