બુધવારે અને ગુરુવારે ગુજરાત તરફ આવી રહ્યું છે વાદળોનું ટોળું ગુજરાતમાં ત્રણ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં આપ્યું રેડ એલેટ અંબાલાલ પટેલ મોટી આગાહી

ગુજરાતમાં હવે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું પાણીદાર વિતી રહ્યું છે. તો બીજી તરફ, રાજસ્થાન-મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીની મોટી આવક થશે. આ વર્ષે પણ ગુજરાતના નદીનાળા છલકાશે.

વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી કરી છે. જે મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે.

તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. તો આવતીકાલે અમદાવાદમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદ (મોનસૂન 2022)ની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના 246 તાલુકાઓમાં 24 કલાકમાં વરસાદ પડ્યો છે. જે પૈકી 140 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. તાપીના સોનગઢ તાલુકામાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના ડીસામાં 7.5 ઈંચ, દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

વડગામ, પોશીના, દાંતા, મહેસાણા, દિયોદરમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી, વલસાડ, તાપી વિસ્તારમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સિઝનનો 93.3% વરસાદ પડી ચૂક્યો છેજો રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો સિઝનનો 93.3 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 143.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 90.49 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્યમાં 77.78 ટકા વરસાદ નોંધાયો છે.

તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 84.44 ટકા વરસાદ થયો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 104.42 ટકા વરસાદ થયો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધી ચોમાસાનો વરસાદ સારો રહ્યો છે. જેના કારણે આગામી વર્ષે પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના છે.

સવારે બે કલાકમાં ધોધરાજ્યના અનેક ભાગોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુઇગામમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુરતના ઓલપાડ, કચ્છના ઉમરપરા, અબડાસામાં દોઢ ઈંચ વરસાદ થયો છે. સવારના સમયે 40 જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *