બુધવારે ગુરુવારે અને શુક્વારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમો તહેનાત આ જિલ્લા માં રેડ એલેટ આપ્યું

ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મેશ્વો ડેમ મધ્યરાત્રીએ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને લઈને ભિલોડા અને મોડાસાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મેશ્વો ડેમમાં 6370 ક્યૂસક પાણીની સતત આવક થઈ રહી છે. રાત્રીના 12 વાગ્યાં સુધીમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. શામળાજી, બહેચરપુરા, શામાળપુર,ભવાનપુર, ખેરંચા,ગડાદર,જાલીયા જેવા ગામોને સતર્ક કરાયા છે. તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સાવચેતી જાહેર કરાઈ છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.

નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો,.

જૂનાગઢ શહેર, ચોટીલા, બોટાદ, ધાનેરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળા, વાગરા, ઉના, રાજુલા, ખેરાલુ, ગોધરા, પાલનપુર, અમીરગઢ, પેટલાદ, હાલોલ, કુતિયાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર,તારાપુર, જાંબુઘોડા, ગીર ગઢડા, ધઆનપુર, સંજેલી, લખતર, માલપુર, ઝાલોદ, તાલાલા, નસવાડી, ધનસુરા, ભૂજ, ઉમરાળા, હિંમતનગર, ડીસા, ગરુડેશ્વર, દાહોદ, દાંતિવાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદર, ઓળપાડ, રાણપુર, સાયલા, ખેડા, નડિયાદ, નેત્રંગ, વડનગર, ફતેપુરા, ભાવનગર, ખંભાતમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવતદાન આપી રહ્યો છે. પણ હવે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગાહી મુજબ 17 અને 18 તારીખના રોજ ઉપરોક્ત જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. 19 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે.

છેલ્લાં આઠ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયોરાજ્યનાં જળાશયોમાં હાલમાં ૭૪.૬ર ટકા પાણીનો જથ્થો છે. રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. અત્યાર સુધી ‌સિઝનનો ૮પ.પ૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧ર.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો.

અત્યાર સુધી રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૩૭, દક્ષિણ ગુજરાતમાં ૯પ, સૌરાષ્ટ્રમાં ૭૮, ઉત્તર ગુજરાતમાં ૭૬ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યનાં જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલાં ૭૦ જળાશય હાલ હાઈ એલર્ટ પર છે. જ્યારે ૯૦ ટકા સુધી ભરાયેલાં ૧૪ જળાશય એલર્ટ પર છે. ૮૦ ટકા સુધી ભરાયેલાં ૧પ જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૦૭ જળાશયોમાં ૭૦ ટકા જેટલું પાણી છે.

શ્રાવણ માસનાં સરવણાંના બદલે ગઈ કાલથી અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 5 દિવસ મેઘો મન મૂકીને વરસશે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને જામનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં સાત-સાત ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા રાજ્યના અનેક િજલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

બે વર્ષ બાદ સાતમ-આઠમના મેળામાં વરસાદી વિઘ્ન નહીં આવે તેવા સંકેતઆવતી કાલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જોકે ૧૭ ઓગસ્ટ બાદ વરસાદ છૂટોછવાયો પડી શકે છે, જેથી બે વર્ષ બાદ સાતમ-આઠમના મેળામાં વરસાદી વિઘ્ન નહીં આવે તેવા સંકેત છે.

છેલ્લા ૧૮ કલાકમાં ર૦૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ અત્યાર સુધીમાં રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં ર૦૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં પ.૭૬ ઇંચ વરસાદ નોંધાયો છે. હાલમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ છે. સૌરાષ્ટ્રના દરિયામાં ૪૦થી પ૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. દ્વારકામાં દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગોમતીઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારોમાં ૧૦થી ૧પ ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

નર્મદા ડેમ મહત્તમ જળસપાટીથી હવે માત્ર ત્રણ મીટર દૂર મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૩પ.ર૯ મીટરે પહોંચી છે. મંગળવારે રાતના ૧૦ વાગ્યે ડેમના ર૩ દરવાજા ખોલીને ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે, જેને લઇ નર્મદા કિનારાનાં ગામને એલર્ટ કરાયાં છે. નર્મદા ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર ત્રણ મીટર દૂર છે.

રાજ્યના ૪૩ તાલુકામાં ‌સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદરાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૯૧ ઈંચ, ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં પ૩ ઈંચ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ નોધાયો છે, જેમાં કપરાડામાં ૧ર૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કચ્છ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ છ

જિલ્લામાં ‌સિઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે, જેમાં ગીર-સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ દ્વારકામાં ર૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં પ૩.ર૬ ઈંચ સાથે ૧ર૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં ‌સિઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *