છોટાઉદેપુરમાં ગર્ભવતી બહેનને સગા ભાઈએ આપ્યો એવો દંડ, જે જાણીને તમે પણ થઇ જશો સ્તબ્ધ જોવો વીડિયો

પાવી જેતપુરના તાલુકાના ઘુટણવડ ગામે ગત મોડી સાંજે બહેને પ્રેમલગ્ન કરતા અકળાયેલા સાળાએ બનેવીની બંદૂકની ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘુટણવડ ગામના સુનિલભાઈ શંકરભાઈ રાઠવાને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સ્નેહાબેન સાથે પ્રેમ થઈ ગયો હતો. અને બન્ને પ્રેમી પંખીડાઓએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં યુવતીના લગ્ન તેના પરિજનોને અન્ય જગ્યાએ કરી દીધા હતા.

યુવતી થોડા મહિના જ પોતાના પતિને ત્યાં રહી હતી અને પોતાના પ્રેમને પામવા ઘરે પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી. આ વાત યુવતીના ભાઈને આંખના કણાની જેમ ખૂચતી હતી. યુવતી પોતાના પ્રેમી સાથે કોર્ટમાં લગ્ન કરેલા હતા અને સુખી દામ્પત્યજીવન ગુજારતા હતા. અને સુખી દામ્પત્ય જીવન દરમિયાન યુવતી ગર્ભવતી બની હતી. અને આંઠ મહિના પણ થઈ ચૂક્યા છે.

ત્યારે બીજી બાજુ બહેનના પ્રેમ લગ્ન ભાઈને ન ગમતા તે પોતાના બનેવીને સબક શીખવાડવા માટે મનમાં જ અકળાયેલો રહેતો અને મોકો મળતાં જ ગઈકાલે મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો. અને ત્યાં જઈને બુમાબુમ કરતા બનેવી સુનિલભાઈ ઘરની બહાર નીકળ્યા હતા અને સુનિલને જોઇને તેની પત્નીને કહ્યું તારો ભાઈ સચિન આવ્યો છે. એટલે બહેન ઘરની બહાર આવી હતી.

પરંતુ તેના હાથમાં બંદૂક જોતા તે ખેતરમાં દોડીને ભાગી ગઈ હતી અને સુનીલ પણ ખેતરમાં બીજી બાજુ ભાગતો હતો ત્યારે બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા સાળા સચિને પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી. અને સુનીલ જમીન પર ફસડાઈ પડ્યો હતો. સુનીલ જમીન પર ફસડાઈ જવા છતાં સાળા સચિનનો ક્રોધ ઓછો થયો ન હતો. અને બંદૂકનો પાછળનો ભાગ સુનિલને માથમાં અને શરીર પર માર મારવા લાગ્યો હતો.

બંદૂકની ગોળીથી અને મારથી ઘાયલ થયેલ સુનિલે ત્યાં ખેતરમાં જ દમ તોડી દીધો હતો. આ વાતની જાણ સુનીલના પરિજનોને થતા પોલીસને જણ કરતા પાવી જેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને સુનિલભાઈના લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી અને હત્યારા સાળા સચિનને પકડીને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધી હતો.

કિકાવાડાની યુવતી સ્નેહાબેનના પિતા અંદરસિંગભાઈ રાઠવા બી.એસ.એફ.માં ફરજ બજાવે છે. અને ખેતરમાં પાક રક્ષણ માટે હથિયાર ઘરે રાખ્યું હતું. આ હથિયારનો પોતાના પુત્ર સચિને પોતાના બનેવીની હત્યા માટે ઉપયોગ કર્યો હતો. સ્નેહાબેનને સુખી દાંપત્ય જીવન ગુજારવાના ફળ સ્વરૂપે ૮ મહિનાનો ગર્ભ છે, પરંતુ આવનાર બાળકની કમનસીબી છે કે આવનાર બાળકના મામાના અણગમાના કારણે આવનાર બાળક પોતાના સગા પિતાનું આજીવન મોઢું નહીં જોઈ શકે.

બહેન સ્નેહાએ પ્રેમ લગ્ન કર્યા તે ભાઈને ગમતું ન હતુ, અને ભાઈએ બળજબરી અન્ય જગ્યાએ બહેનના લગ્ન કરાવી દીધા હતા. પરંતુ સ્નેહાએ સુનિલ સાથે જ જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે તે ત્યાથી પોતાના પ્રેમી સુનિલના ઘરે આવી ગઈ હતી. પરંતુ ભાઈ સચિનના ડરથી ભાગતા ફરતા હતા. પરંતુ ઘૂટનવડ ગામે આવેલા જોઈ ગયેલો ભાઈ બંદૂક લઈને ઘરે દોડી આવ્યો હતો, અને બંદુકના ભડાકે બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પાવી જેતપુર પોલીસે સુનીલની લાશનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ માટે પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ પેનલ પોસ્ટ મોર્ટમ કરવાનું હોવાથી વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બહેનના પ્રેમલગ્નથી સુનિલ એટલો બધો ક્રોધમાં આવી ગયો હતો, કે બંદૂકની ગોળી માર્યા બાદ સુનિલને બંદુકના પાછળના ભાગથી માથામાં ઉપરાછાપરી ઘા માર્યા હતા.

સ્થળ પર જ લોહી લુહાણ કરી કરપીણ હત્યા કરી હતી, અને ૧૦૮ ને બોલાવતા ૧૦૮ વાળાને પણ સચિને બંદૂક બતાવતા તેઓ પણ ઘભરાઈ ગયા હતા. અને ત્યાથી જતાં રહ્યા હતા, પરંતુ પોલીસ આવી જતાં ૧૦૮ બોલાવીને તેમાં સુનિલને પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોકટરે તેણે મૃત જાહેર કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *