ઓગસ્ટ મહિના સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, સોનુ2500રૂપિયા થયું સસ્તું શ્રાવણ બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

સત્તાના પહેલા દિવસ સોનુ ખરીદનાર માટે ખૂબ જ સારો દિવસ છે હાલ અત્યારે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે ટ્રેડિંગ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે ઘરેલુ ઈક્વિટી માર્કેટમાં તેજીને કારણે સોના પર દબાવ જોવા મળ્યો છે ગોલ્ડના ઓગસ્ટ વાયદામાં 0.4 ટકા ના ઘટાડા સાથે હાલ અત્યારે 10 ગ્રામ સોનું પર જોવા મળી રહ્યું છે.

આ ઉપરાંત ચાંદીમાં પણ 0.7 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી એક કિલો નો ભાવ ₹57,937 રૂપિયા જોવા મળી રહ્યો છે આજે ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તમને જણાવી દઈએ તો અમેરિકન માર્કેટમાં સોના ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો હાલ અમેરિકા સોનાની હાજર કિંમત 1,776 ડોલર પ્રતિ ઔર્સની આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ગ્લોબલ માર્કેટમાં પણ સોના ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે અમેરિકી ચાંદીની હાજર કિંમત અત્યારે 20 ડોલર પ્રતિ ઓસ ચાલી રહી છે જ્યારે છેલ્લા બંધ ભાવની 0.44 ટકા ઓછી છે અને તેના કારણે ભારતના વાયદા માર્કેટમાં પણ સોના ચાંદીની કિંમત માં ઘટાડો જોવા મળ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ અને નિષ્ણાતોનું કહેવું છે કે હાલ અત્યારે ભલે સોના ઉપર દબાવો છે પરંતુ ધીમે ધીમે તે પણ દૂર થઈ જાય છે અને આ સપ્તાહ વાયદા બજાર માં સોનાની કિંમત લગભગ 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ચૂકી છે જેવી જ મોંઘવારી અને મંદીનો જોખમ ઘટશે એટલે ફરી એક વખત સોનુ ચમકી ઉઠશે.

નિષ્ણાંતો અને એક્સપર્ટ નું કહેવું છે કે આ વર્ષના અંતે સોનાની કિંમત 54 હજારના સ્તર સુધી પહોંચી શકે છે, દેશમાં હાલ અત્યારે સોનાની કિંમત જાણીએ તો આ પ્રમાણે છે. 995 પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનુ આજે 51,199 રૂપિયામાં વહેંચાઈ રહ્યું છે જ્યારે 919 પ્યોરિટી વાળું સોનુ 47000 માં વહેંચાઈ રહ્યું છે 750 વાળું સોનુ 38,554 રૂપિયાના ભાવે જોવા મળી રહ્યું છે.

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવારે સોના ચાંદીની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી પણ ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં ખાસ્સો એવો બદલવા નજરમાં આવતો નથી. આજે સોનાની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો સાથે સાથે વધતી ચાંદીની કિંમતમાં આજે ઘટાડો થયો છે.

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આજે સવારે 24 કેરેટ સોનાની કિંમત આજે 0.4 ટકા ઘટીને 51,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પંહોચી છે. જો કે દિવસની શરૂઆતમાં ચાંદીની કિંમત 0.7 ટકા ઘટીને 57,937 રૂપિયા પ્રતિ કિલો પંહોચી હતી.

ગ્લોબલ માર્કેટમાં સોના-ચાંદીની કિંમત ગ્લોબલ માર્કેટમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં સોનાની કિંમત 1,776 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરે છે. જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.33 ટકા ઓછી છે.

ગ્લોબલ માર્કેટમાં આજે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં ચાંદીની કિંમત 20.10 ડોલર પ્રતિ ઔંસ રહી. જે તેની પાછલી બંધ કિંમત કરતાં 0.44 ટકા ઓછી છે.

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *