આજે સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો સોના-ચાંદીના ભાવમાં 5680 રૂપિયાનો મોટો ઘટાડો એક ક્લિક પર જાણી લો તમારા શહેરનો ભાવ

જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ભારતીય બુલિયન બજારમાં શુક્રવારના સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, આજે 10 ગ્રામ સોનાની કિંમત 51,995 રૂપિયા છે. ત્યારે, ચાંદી પણ 56,247 રૂપિયા પર કોરોબાર કરી રહી છે.

જાણો શું છે સોનાની કિંમતઆજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 389 રૂપિયાના ઘટાડા સાથે 51,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે અગાઉના કારોબારી સત્રમાં સોનું 52,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે જ ચાંદી પણ 1,607 રૂપિયાના મોટા ઘટાડા સાથે 56,247 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે. જ્યારે તમને જણાવી દઈએ કે, અગાઉના કારોબારી સત્રમાં ચાંદી 57,854 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે હાલતમને જણાવી દઈએકે, આંતરરાષ્ટ્રી બજારમાં સોનું 1,753 ડોલર પ્રતિ ઔંસના નિચલા સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 19.23 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે ગોલ્ડની કિંમત મજબૂત ડોલરના કારણે દબાણમાં છે. આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

શું કહે છે એક્સપર્ટ્સ?સોના-ચાંદીની કિંમતમાં થઈ રહેલા ફેરફારને લઇને એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે આગળ સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા સુધારાની અસર ભારતીય બજાર પર જોવા મળશે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે એક મહિના પહેલા 50 હજારની આસપાસ જોવા મળી રહેલું

સોનું હવે 52 હજારની આસપાસ પહોંચી ગયું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ડોલરમાં જેમ જેમ ઘટાડો આવશે, સોનું અને ચાંદીની કિંમતમાં વધારો થશે. એટલું જ નહીં આ વર્ષના અંતમાં સોનું 55 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે.

ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતો વધવાને કારણે બુધવારે સવારે ભારતીય વાયદા બજારમાં પણ સોના અને ચાંદીનાં ભાવ વધી ગયા છે અને સોનું એકવાર ફરી 52 હજારની કિંમતને આંબવાની તૈયારીમાં છે.

મલ્ટી કમોડીટી એક્સચેંજ પર આજે સવારે 24 કેરેટ સોનાનો વાયદા ભાવ 60 રૂપિયા વધીને 51,897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આઅ પહેલા સોનામાં કારોબારની શરૂઆત 51,843 રૂપિયાથી થઈ હતી, પરતું માંગણી વધવાથી જલ્દી જ કિંમત 51,900 રૂપિયા નજીક પહોંચી ગઈ છે. સોનુ અત્યારે પોતાનાં ગયા બંધ ભાવ કરતા 0.12 ટકાનાં વધારા પર કારોબાર કરી રહ્યું છે.

ચાંદીમાં પણ જોવા મળ્યો ઉછાળો આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. એમસીએકસ પર ચાંદીનો વાયદા ભાવ 165 રૂપિયાનાં ઉછાળા સાથે 57,830 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આ પહેલા ચાંદીમાં કારોબારની શરૂઆત 55,776 પર થઈ હતી, પરંતુ માંગ વધવાને કારણે ભાવ 57,800ને પાર પહોંચી ગયો છે. ચાંદી અત્યારે પોતાનાં ગયા બંધ ભાવ કરતા 0.29 ટકાનાં વધારા સાથે કારોબાર કરી રહી છે.

ગ્લોબલ માર્કેટમાં પણ કિંમતોમાં ઉછાળો સોના અને ચાંદીની કિંમતોમાં આજે ગ્લોબલ માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે તથા અમેરિકી બજારમાં સોનાનો હાજર ભાવ 1,1778.78 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે, જે ગયા બંધ ભાવ કરતા 0.17 ટકા વધારે છે.

આ જ પ્રમાણે, ચાંદીનો હાજર ભાવ પણ ગયા બંધ ભાવ કરતા 0.29 ટકા વધીને 20.19 ડોલર પ્રતિ ઓંસ પહોંચી ગયો છે. સોના તથા ચાંદીની કિંમતોમાં એક દિવસ પહેલા જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સોનાં ભાવમાં 573 રૂપિયાનો ઘટાડો તથા ચાંદીમાં 1,300 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

હવે કેવી રહેશે સ્થિતિકમોડીટી એક્સપર્ટ અનુજ જૈનનું કહેવું છે કે સોના અને ચાંદીની કિંમતોમાં એક વાર ફરી વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં થઈ રહેલા બદલાવની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. એક મહિના પહેલા સુધી 50 હજારની આસપાસ રહેલા સોનાની કિંમત હવે 52 હજાર સુધી પહોંચી જવા પર છે. ડોલરમાં જેમ જેમ ઘટાડો જોવા મળશે, તેમ તેમ સોના ચાંદીનાં ભાવ વધશે. આ વર્ષનાં અંત સુધી અનુમાન છે કે સોનુ 55 હજારનાં સ્તર પર પહોંચી જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *