આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો સોનું 5500 રૂપિયા સસ્તું થયું સોનું ખરીદવું કે પછી ભાવ હજી પણ ઘટશે પાંચ દિવસનાં સતત ઉછાળા બાદ આજે ફરી ઘટયા સોનાનાં ભાવ

જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. ભારતીય બુલિયન બજારમાં શુક્રવારના સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, આજે 10 ગ્રામ સોનાની કિંમત 51,995 રૂપિયા છે. ત્યારે, ચાંદી પણ 56,247 રૂપિયા પર કોરોબાર કરી રહી છે.

જાણો શું છે સોનાની કિંમતઆજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 389 રૂપિયાના ઘટાડા સાથે 51,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે અગાઉના કારોબારી સત્રમાં સોનું 52,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. આ સાથે જ ચાંદી પણ 1,607 રૂપિયાના મોટા ઘટાડા સાથે 56,247 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી છે. જ્યારે તમને જણાવી દઈએ કે, અગાઉના કારોબારી સત્રમાં ચાંદી 57,854 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે હાલ?તમને જણાવી દઈએકે, આંતરરાષ્ટ્રી બજારમાં સોનું 1,753 ડોલર પ્રતિ ઔંસના નિચલા સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદીનો ભાવ 19.23 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે ગોલ્ડની કિંમત મજબૂત ડોલરના કારણે દબાણમાં છે. આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.

વૈશ્વિક બજારની સારી રિકવરી બાદ સોના અને ચાંદીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. આજે સવારે 10 વાગ્યે, MCX પર સોનાના વાયદાના વેપારમાં 148.00 પોઈન્ટ અથવા 0.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમય સુધી તે 51,455 પર ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદી પણ તે જ સમય સુધી 465.00 પોઈન્ટ ઘટી હતી, એટલે કે મેટલ 0.82 ટકા ઘટીને 55,978 પર હતી.

આજના ભાવ MCX પરના ફ્યુચર્સ ટ્રેડિંગ અનુસાર છે. આ 5 ઑક્ટોબર 2022ના રોજ સોનાના ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ અને 5 સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થતા સિલ્વર કૉન્ટ્રેક્ટના દરો છે.

ગઈ કાલે બુલિયન માર્કેટમાં શું સ્થિતિ હતીગુરુવારે ભારતના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દસ ગ્રામ સોનું સસ્તું થઈને રૂ. 52,224 થયું હતું, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ નીચે આવ્યો હતો અને હવે તે રૂ. 57,298માં વેચાઈ ટ્રેડ થઈ રહી હતી.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવઆંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતો પર દબાણ છે. સોનું 1752 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે અને ચાંદી 19.35 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. હાજર ગોલ્ડ હાલમાં ત્રણ સપ્તાહની નીચી સપાટીએ છે. ડૉલરની મજબૂતીને કારણે કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે. ડૉલર ઈન્ડેક્સ હાલમાં 0.20 ટકા વધીને 107.63ના સ્તરે પહોંચી ગયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેપો રેટમાં વધારાના સમાચારને કારણે ડોલર મજબૂત થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.

આગળ સોનાની ચાલ કેવી રહેશેનિષ્ણાંતોના મતે આગળ સોના-ચાંદીના ભાવ વધી શકે છે. વૈશ્વિક બજારમાં આવનારા સુધારાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. આ સાથે, હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને સોના-ચાંદીની માંગ સતત વધશે. તેથી ભાવ હજુ પણ વધી શકે છે. ડૉલર અત્યારે મજબૂત છે, પરંતુ તે ઘટશે એટલે સોના-ચાંદીના ભાવ વધશે. આ વર્ષના અંત સુધીમાં સોનું 54 હજારના સ્તરને સ્પર્શી શકે તેવો અંદાજ છે.

શું કહે છે એક્સપર્ટ્સસોના-ચાંદીની કિંમતમાં થઈ રહેલા ફેરફારને લઇને એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે આગળ સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. ગ્લોબલ માર્કેટમાં આવી રહેલા સુધારાની અસર ભારતીય બજાર પર જોવા મળશે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે એક મહિના પહેલા 50 હજારની આસપાસ જોવા મળી રહેલું સોનું હવે 52 હજારની આસપાસ પહોંચી ગયું છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ડોલરમાં જેમ જેમ ઘટાડો આવશે, સોનું અને ચાંદીની કિંમતમાં વધારો થશે. એટલું જ નહીં આ વર્ષના અંતમાં સોનું 55 હજારના સ્તરને સ્પર્શ કરી શકે છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *