આજે સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો મોટો ઘટાડો, ભાવમાં 2560 રૂપિયાનો મોટો ઘટાડો, સોનો ભાવ જલ્દીથી જાણી લો
આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધન અને સાતમ આઠમનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે જો તમે સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઉત્તરપાથલ વચ્ચે આ ટ્રેડિંગ અઠવાડિયાના પાંચમા દિવસે અને છેલ્લા દિવસે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાસ જોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે મિત્રો સોનાના ભાવમાં 20 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં 695 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે અને આ પછી ઘટાડા બાદ સોનું 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 57400 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ વેચાઈ રહી છે. આ સાથે સોનું તેની ઓલ ટાઈમ હાઈ રેટ થી લગભગ સોનું 4100 રૂપિયા અને ચાંદી 22600 રૂપિયા સસ્તી થઈ રહી છે.
શુક્રવારના રોજ સોનુ 20 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 52019 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે જ્યારે ગુરુવારે ચોથા ટ્રેડિંગ દિવસે સોનુ 473 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું. અને 52039 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 695 રૂપિયા સસ્તી થઈને 57362 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે જ્યારે ગુરુવારે ટ્રેડિંગ દિવસે ચાંદી 784 રૂપિયા મોંઘી થઈ છે અને 58057 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થાય છે.
મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો
ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.
બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં તીવ્ર ઘટાડા આવ્યા બાદ બુધવારે 22 કેરેટ સોનાની કિંમત 47,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે. ત્યારે Goodreturns વેબસાઈટ પ્રમાણે બજાર ખુલતા પહેલા સોનાની કિંમતમાં 200 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો આવ્યો હતો.આ સાથે મંગળવારે બજારમાં સોનું 47,350 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું હતું.અને આ પહેલા મંગળવારે સોનાની કિંમતમાં 250 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો હતો. બજાર ખુલતા પહેલા સોનાનો ભાવ 47,100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.
સોનાની કિંમતમાં ભારે ઘટાડાથી ફરી એકવાર બજારમાં સોનાની માંગ ખૂબ જ ઝડપથી વધી છે. સોનાની કિંમતમાં લાંબા સમયથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. મંગળવારે બજાર બંધ થવા સુધી સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. પરંતુ બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોમવારે 22 કેરેટ સોનાની કિંમતમાં 100 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા રવિવારે સોનાનો ભાવ 47,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.
આ સિવાય બુધવારે 24 કેરેટ સોનાની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે બજાર ખુલતા પહેલા 24 કેરેટ સોનાની કિંમત 51,650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. આ પછી સોનાની કિંમતમાં 210 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઘટાડા બાદ તે 51,440 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
ઓગસ્ટ 2020માં સોનાની કિંમત તેના સર્વકાલીન ઊંચા દરે પહોંચી ગઈ હતી. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી. આજે બજારમાં 22 કેરેટ સોનાની કિંમત 47,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. જો તમે આજના ભાવને તેના સર્વકાલીન ઊંચા દર સાથે સરખાવો તો તમે જોશો કે સોનું 8,250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી તૂટી ગયું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.