આજે સોના-ચાંદી ના ભાવમાં મોટો ઘટાડો સોનું ફરી એકવાર 10000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ખરીદવાનો વિચાર હોય તો પહેલા અહીં ફટાફટ ચેક કરી લો ભાવ સોના-ચાંદીની કિંમતમાં થયો આટલો ઘટાડો
બુલિયન માર્કેટમાં સોમવારે સોનાનો ભાવ 52000 રૂપિયાને પાર થઈ ગયો હતો અને આ દરમિયાન ચાંદી પણ મજબૂત થઈ ગઈ હતી અને તે પણ 58000 રૂપિયાને પાર થઈ ગઈ હતી. આપને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયન ના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાની કિંમત હવે 52184 રૂપિયા પ્રતી 10 ગ્રામની પાર પહોંચી ગયા છે અને 26 જુલાઈ 2022 ના રોજ તેની કિંમત 50822 રૂપિયા હતી
અને બે વર્ષ પહેલા 7 ઓગસ્ટ 2020 ના રોજ સોનાની કિંમત 56000 ની સર્વ કાલીન ઉચ્ચ સપાટીને પાર કરી ગઈ હતી. જો તે ભાવ સાથેની સરખામણી કરવામાં આવે તો સોનુ હવે 4070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે જ્યારે ચાંદી 2 વર્ષ પહેલાના ઉંચા દર કરતા 17902 રૂપિયા સસ્તી છે.8 ઓગસ્ટ 2022 ના રોજ 24 કેરેટ સોનું 52184
રૂપિયા પર બંધ થયું હતું. બીજી બાજુ શુક્રવારના બંધ ભાવ 51975 રૂપિયાની સામે 23 કેરેટ સોનુ 164 રૂપિયા પ્રતી 10 ગ્રામ અને 22 કેરેટ સોનુ 152 રૂપિયા વધીને 47801 રૂપિયા પર બંધ થયું છે ને તે સમયે 18 કેરેટ સોનાની કિંમત 39138 રૂપિયા હતી અને આ દરમિયાન ચાંદીનો ભાવ 744 રૂપિયા ઉછળીને 58106 રૂપિયા પર બંધ રહો હતો.
ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.
મિત્રો તમે ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ www.ibja.co છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો
રોકાણ દ્વારા નાણાંની વૃદ્ધિ સરળ કામ નથી. જો કે, થોડી સમજ સાથે પોર્ટફોલિયો બનાવીને ખર્ચનું સંચાલન કરીને લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય છે. જોકે સારો પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો એ મોટો પ્રશ્ન છે. નિષ્ણાતો માને છે કે લોકોએ તેમના પૈસા માત્ર એક જ જગ્યાએ રોકાણ ન કરવા જોઈએ. આમ કરવાથી તમે પોતાને વધુ આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. લોકો ઘણીવાર તેમની જોખમની ક્ષમતાના આધારે ડેટ ફંડ અને ઇક્વિટીને તેમના પોર્ટફોલિયોમાં મૂકે છે કારણ કે તેમને વધુ વળતર મળવાની અપેક્ષા હોય છે.
એ જ રીતે જ્યારે સોનામાં રોકાણ કરવાની વાત આવે છે ત્યારે લોકો થોડા અચકાય છે. જોકે સોનું ઇક્વિટી કરતાં ફુગાવા સામે વધુ સારું રક્ષણ પૂરું પાડે છે પરંતુ તે લાંબા ગાળા માટે છે. ટૂંકા અથવા મધ્યમ ગાળામાં સોનાનું વળતર ઓછું હોય છે તેથી લોકો તેમાં રોકાણ કરવાથી દૂર રહે છે.
સોનાને રોકાણના વિકલ્પ તરીકે ધ્યાનમાં લેવું જોઈએઓપ્ટિમા મની મેનેજર્સના MD અને CEO પંકજ મથપાલ સોનામાં રોકાણ વિશે કહે છે, “એવું જોવામાં આવે છે કે લોકો તેમની જોખમની શક્તિ અનુસાર ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરે છે પરંતુ સોનાને અવગણે છે. આ યોગ્ય નથી. લોકોએ સોનાને રોકાણના વિકલ્પ તરીકે પણ જોવું જોઈએ અને યોગ્ય રીતે ભંડોળની ફાળવણી કરીને તેને તેમના પોર્ટફોલિયોમાં સામેલ કરવું જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.