આજના સોના-ચાંદી ના ભાવમાં થયો આટલો ધટાડો હાલ સોનુ ખરીદવું કે નહીં જાણો કેટલો ભાવ 22 24કેરેટ નો ભાવ..

ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવ જાહેર થઈ ગયા છે. સોનાના ભાવ દિવસમાં બેવાર જાહેર કરવામાં આવે છે. એકબાજુ સોનાના ભાવમાં વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 52140 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 57838 રૂપિયા થયો છે.

ibjarates.com મુજબ 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 51931 થયા છે. જ્યારે 916 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 47760 થયો છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 39105 રૂપિયા અને 585 પ્યોરિટીવાળા સોનાની કિંમત આજે 30502 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ ઘટીને 57838 રૂપિયા થયો છે.

ભાવમાં કેટલો ફેરફારસોના ચાંદીના ભાવની વાત કરીએ તો તેમાં રોજ ફેરફાર થાય છે. આજે 999 પ્યોરિટીવાળું સોનું 101 રૂપિયા જેટલું મોંઘુ થયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું 100 રૂપિયા જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 92 રૂપિયા મોંઘુ થયું છે. 750 પ્યોરિટીવાળું સોનું 76 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 59 રૂપિયા મોંઘુ થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં 219 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.

આજે સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ઉપરની રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. જો કે વાયદા બજારમાં સોનામાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ છૂટક બજારમાં ગઈકાલની જેમ આજે પણ સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવાયદા બજારમાં સોનાનો ભાવ રૂ.52 ઘટીને રૂ.52,113 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો હતો. આ ભાવ ઓક્ટોબર વાયદા માટે છે. બીજી તરફ ચાંદીનો સપ્ટેમ્બર વાયદો રૂ. 118ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને રૂ. 58,100 પ્રતિ કિલો પર રહ્યો છે.

દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું ચમક્યુંદિલ્હીના બુલિયન માર્કેટમાં 22 કેરેટ શુદ્ધ સોનું 150 રૂપિયાના ઉછાળા સાથે 47800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 160 રૂપિયાના વધારા સાથે 52140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે.

ઝવેરી બજાર, મુંબઈમાં સોનાનો રેટમુંબઈના ઝવેરી બજારમાં 22 કેરેટ શુદ્ધ સોનું રૂ. 150ના ઉછાળા સાથે રૂ. 47650 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 160 રૂપિયાના વધારા સાથે 51980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.

તમે ઘરે બેઠા રેટ ચેક કરી શકો છો ભાવતમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવીસોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS કેર એપ’ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *